ધોનીના મગજમાં શું ચાલે છે એતો તે જ કહી શકેઃ કોહલી

761

ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાય રહેલી ત્રણ મેચની શ્રેણીની બીજી મેચમાં કોહલી અને ધોનનીના શાનદાર પ્રદર્શનને કારણે ભારત જીત હાસલ કરી શક્યું હતું. આ મેચમાં કોહલીની સદી અને ધોનીનો વિનીંગ શૉટને લોકો સોશ્યલ મીડિયા પર વખાણ કરી રહ્યા છે.

ધોની અને કોહલીએ મળીને ટીમને મેચમાં ટકાવી રાખી હતી. જ્યારે છેલ્લી ઓવરમાં ભારતને સાત રનની જરૂર હતી ત્યારે ધોનીએ ઓવરના પ્રથમ બોલમાં જ સિક્કસર મારીને ભારતને જીતની દિશા તરફ વાળી લીધી હતી. ધોનીને લઇને કપ્તાન કોહલીએ નિવેદન આપતા કહ્યું હતું કે એડિલેડમાં રમાયેલી આ મેચમાં ધોનીની શાનદાર ઇનિંગ જોવાની તક મળી. તેમણે જણાવ્યું હતું કે ૫૦ ઓવર સુધી વિકેટકીપિંગ કર્યા પછી પણ આ રીતે ગેમ રમવી સેહલું નથી. ધોની મેચને અંત સુધી લઇ ગયા અને મેચને ખતમ પણ કરી. માત્ર ધોની જ જાણ છે કે તેમના મગજમાં શું ચાલી રહ્યું છે.

વધુમાં કપ્તાને જણાવ્યું હતું કે મેચ દરમિયાન તેઓ મેદાન પર એકદમ શાંત હતા અને મને પણ એકદમ શાંત રાખવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા કે જેથી હું કોઇ ખરાબ શૉટ ન રમું. જ્યારે ટીમમાં ધોનીની હાજરીને લઇને આલોચના કરી રહેલા લોકોને સીધો જવાબ આપતા કપ્તાને કહ્યું હતું કે એ વાતને લઇને કોઇ શંકાને સ્થાન જ નથી કે ટીમમાં કોહલીની હાજરીને લઇને સવાલ થવો જ ન જોઇએ.

આ સીવાય ભારતીય ટીમના બોલરોના પણ વખાણ કરતા કહ્યું હતું કે ટીમના બેસ્ટમેન સીવાય પણ ટીમના બોલરનોનું પણ શાનદાર પ્રદર્શન રહ્યું હતું, કારણ કે તેમને ટીમ ઑસ્ટ્રેલિયા પર ખૂબજ દબાવ નાખ્યો હતો અને ખૂબજ ઓછા રન બનાવવા પર મજબુર કરી હતી.

Previous articleમેન્સ ડબલ્સમાં ભારતીય ત્રણેય જોડીઓનો પ્રથમ રાઉન્ડમાં જ પરાજય
Next articleધોની સ્થિતિને અનુરૂપ બેટિંગ કરવાનું જાણે છેઃ જૈસન ગિલેસ્પી