PM મોદીને મળ્યો ફિલિપ કોટલર એવોર્ડ

589

માર્કેટિંગ ગુરુ ફિલિપ કોટલરે ફિલિપ કોટલર પ્રેસિડેન્શિયલ એવોર્ડ માટે વડાપ્રધાનને શુભકામના આપી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પુરસ્કારને લઈને વડાપ્રધાન મોદી પર કટાક્ષ કર્યો હતો. કોટલરે ટિ્‌વટર પર જણાવ્યું હતું કે હું વડાપ્રધાન મોદીને પ્રથમ ફિલિપ કોટલર પ્રેસિડેન્શિયલ અવોર્ડ પ્રદાન કરવાને લઈને શુભકામનાઓ આપું છું. શાનદાર નેતૃત્વ અને નિરંતર દેશ પ્રતિ નિઃસ્વાર્થ સેવા માટે તેમની પસંદગી કરવામાં આવી છે.

તેમણે કહ્યું છે કે ભારતમાં મોદીના પ્રયાસોના કારણે અસાધારણ આર્થિક, સામાજિક અને ટેક્નિકલ વિકાસ થયો છે. માર્કેટિંગ ગુરુએ કહ્યું કે પ્રથમ ફિલિપ કોટલર પ્રેસિડેન્શિયલ એવોર્ડથી વડાપ્રધાનનું સન્માન કરવાની સાથે ભવિષ્યના અવોર્ડ માટે માપદંડ વધારે ઉંચો ઉઠ્‌યો છે. આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરતા જણાવ્યું કે વિશ્વ પ્રસિદ્ધ કોટલર પ્રેસિડેન્શિયલ એવોર્ડ પ્રાપ્ત કરવા માટે તેમને શુભકામનાઓ આપવા ઈચ્છે છે. રાહુલે કટાક્ષ કરતા ટિ્‌વટ કરતા કહ્યું કે આ પુરસ્કાર એટલો પ્રસિદ્ધ છે કે તેની કોઈ જ્યુરી નથી પહેલા કોઈને આપવામાં નથી આપવામાં આવ્યો અને અલીગઢની એક ગુમનામ કંપની દ્વારા સમર્થિત છે.

Previous articleનૈરોબીમાં હોટલ પર આતંકી હુમલો, ૧૫નાં મોત
Next articleજલિકટ્ટુનો હિંસક પ્રારંભ, પ્રથમ દિવસે જ ૪૯ ઘવાયા