ભાવનગર યુનિવર્સિટી કર્મચારી પરિવારની ક્રિકેટ ટુર્નામેન્ટમાં પી.જી.ડીપાર્ટમેન્ટ ચેમ્પિયન

946

યુનિવર્સિટી કર્મચારી પરિવાર દ્વારા યુનિવર્સિટીના શૈક્ષણિક તેમજ વહીવટી કર્મચારીઓની સ્વામી વિવેકાનંદજી ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટના નામથી તા.૧૨-૧ થી ૧૩-૧-૨૦૧૯ દરમ્યાન આયોજન કરવામાં આવ્યું હતું. જેમા યુનિવર્સિટી કાર્યાલયની કુલ ૨ ટીમો, તમામ પી.જી.ભવનોમાંથી ૧ ટીમ, સર પી.પી. ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સની ૨ ટીમો, શામળદાસ આર્ટસ કોલેજ ઓફ કોમર્સની એક એક ટીમોએ ભાગ લીધેલ હતો. આ ટુર્નામેન્ટનું ઉદ્‌ઘાટન કુલપતિ ડો.ગીરીશભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવેલ હતું. આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ યુનિવર્સિટી કાર્યાલય બી ટીમ તેમજ પી.જી. ડીપાર્ટમેન્ટ વચ્ચે યોજાયેલ જેમાં પી.જી. ડીપાર્ટમેન્ટની ટીમ ચેમ્પીયન જાહેર થયેલ આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓને તક્ષશીલા કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા વિવિધ ટ્રોફીઓ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. કર્મચારીઓની અંદરો અંદરની ક્રિકેટ સ્પર્ધાનું આયોજન યુનિવર્સિટીના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત કર્મચારી પરિવાર દ્વારા કરવામાં આવેલ. જેમાં ખુબજ સારો પ્રતિસાદ મળેલ હતો.

Previous articleચિત્રકુટધામ તલગાજરડા દ્વારા ગણિકા કલ્યાણ ફંડનું વિતરણ
Next articleઉત્તરાયણ નિમિત્તે રાજુલા ખાતે બુટ-ચંપલનું વિતરણ કરાયું