વાઇબ્રન્ટ સમિટથી ગુજરાતને કોઈ ફાયદો થયો નથી આ માત્ર બ્રાન્ડિંગ શો છેઃ કોંગ્રેસ

706

આવતીકાલથી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ માટે ગુજરાતમાં આવી ગયા છે. બીજી બાજુ આ મુદ્દે રાજકારણ શરૂ થયું છે.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા જણાવે છે કે વાઇબ્રન્ટ સમિટથી ગુજરાતની પ્રજાને કોઈ જ ફાયદો થયો નથી. દેશની ટોચની કંપનીઓ ગુજરાત સરકાર જોડે લાખો કરોડો રૂપિયાની રકમના ર્સ્ેંં કરે છે પરંતુ વાસ્તવમાં તેનો કોઇ અમલ થતો નથી.

અત્યાર સુધીમાં આવા એમ.ઓ.યુ માથી કેટલી રકમનું રોકાણ આવ્યું તેની કોઇ જ સત્તાવાર જાહેરાત સરકારે કરી નથી. વાઇબ્રન્ટ સમિટએ માત્ર એક બ્રાન્ડિંગ શો છે. બીજીબાજુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ એરપોર્ટ પર અમિત ચાવડાના નિવેદન સામે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પોતાની જૂની રેકર્ડ વગાડે છે.

વાઇબ્રન્ટ આવે ત્યારે કોંગ્રેસ ખોટી રીતે ટીકા કરે છે. વાસ્તવમાં દેશ-વિદેશથી હજારો લોકો સમિટમાં આવે છે. તે જ બતાવે છે કે વાઇબ્રન્ટ સમિટ સફળ છે. ગુજરાતના વિકાસને કોઈ રોકી શકવાનું નથી.

Previous articleએસ.વી.પી. હોસ્પિટલના ઉદઘાટનમાં નીતિન પટેલનું નામ ગાયબ : ડે.સીએમ ગેરહાજર રહ્યા
Next articleગુજરાત અને નેધરલેન્ડ વચ્ચે વિવિધ ૬ MOU કરાયા