મેઘાલયઃ ૩૬ દિવસ બાદ નેવીએ ૨૦૦ ફૂટ નીચેથી પહેલો મૃતદેહ કાઢ્યો

683

મેઘાલયમાં એક ગેરકાયદેસર રીતે ચાલી રહેલી કોલસાની ખાણમાં એક મહીના કરતા વધારે સમયથી ચાલી રહેલા રેસક્યૂ ઓપરેશન દરમિયાન ભારતીય નૌસેનાએ પહેલો મૃતદેહ બહાર કાઢ્યો છે. નૌસેનાના જણાવ્યા અનુસાર, આ મૃતદેહ ૨૦૦ ફૂટના ઉંડાણ પર મળી આવ્યો છે. આ ખાણમાં ૧૫ મજૂરો ફસાયેલા છે. મજૂરોને બહાર કાઢવા માટે છેલ્લા એક મહિનાથી મોટા પાયા પર રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. પૂર્વી જયતિંયા હિલ્સ જિલ્લામાં ગયા વર્ષે ૧૩ ડિસેમ્બરના રોજ એક ગેરકાયદેસર ખોદકામમાં ફસાયેલા ૧૫ મજૂરોને બહાર કાઢવા માટેની કસરત ચાલી રહી હતી.

આ ઓપરેશન માટે વધારે ક્ષમતાવાળા બે સબમર્સિબલ પંપો દ્વારા મુખ્ય શાફ્ટમાંથી પાણી કાઢવા માટેની કોશિશ નિષ્ફળ રહી હતી. નેવી સાથે જ એનડીઆરએફના તરવૈયાઓની પણ આ અભિયાનમાં મદદ લેવામાં આવી હતી. ખોદકામ કરતા મજૂરોને રેસ્ક્યૂ કરાવામાં મદદરૂપ થવામાટે ઓડિશા ફાયરબ્રિગેડની એક ટીમ પણ ત્યાં પહોંચેલી હતી. આ ટીમને સર્ચ ઓપરેશન સમયે ત્રણ હેલમેટ મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ૧૩ ડિસેમ્બરના રોજ ૩૭૦ ફૂટ ઉંડાણમાં કોલસાની ખાણમાં નદીનું પાણી ભરાઈ જવાના કારણે ટનલનો રસ્તો બંધ થઈ ગયો હતો.

તે દિવસથી ૧૫ મજૂરોને ખાણમાંથી બહાર લાવવાની કોશિશ કરી રહ્યા છે.

Previous articleઆભડછેટ! દલિત યુવાને માતાની ડેડબોડી ૫ કિ.મી સાયકલ પર લઇ જવી પડી
Next articleઆજથી વાયબ્રન્ટ ગુજરાત સમિટ