એક વર્ષ પહેલા ચોરી કરેલ એકટીવા સાથે બે શખ્સોને ઝડપી લેતી એલસીબી

1547

આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો શહેર વિસ્તારમાં વણશોધાયેલ વાહન ચોરીનાં ગુન્હાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન દેસાઇનગર પેટ્રોલ પંપ પાસે, ઋષીરાજનગરમાં જવાનાં નાકાં પાસે આવતાં પો.કો. રાજેન્દ્દસિંહ સરવૈયા અને વિઠ્ઠલભાઇ બારૈયાને બાતમીરાહે હકિકત મળેલ કે, ચિત્રા તરફથી કાળા કલરનાં શંકાસ્પદ એકટીવા સ્કુટરમાં બે ઇસમ આવે છે.તેમાં એકટીવા ચાલકે કાળા કલરનું લોઅર તથા ટી શર્ટ તેમજ પાછળ બેસેલ ઇસમે દુધીયા કલરનું ટીશર્ટ તથા લોઅર પહેરેલ છે. જે હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ વોચમાં રહેતાં સ્કુટર ચાલક સંજયભાઇ ધીરૂભાઇ જોગી ઉ.વ.૧૯ રહે.મહાકાળી ચોક,ગણેશનગર-૨,પ્રેસ કવાટર્સ, ચિત્રા, ભાવનગર તથા તેની પાછળ બેસેલ વિપુલ જીવરાજભાઇ જાદવ ઉ.વ.૧૯ રહે.મફતનગર,ભગવતી ચોક, બોરતળાવ, ચિત્રા, ભાવનગરવાળા મળી આવેલ. તેઓની પાસે રહેલ કાળા કલરનાં નંબર પ્લેટ વગરનું પાછળની પ્લેટમાં જય ભવાની લખેલ એકટીવા સ્કુટર જોવામાં આવેલ. તેઓ બંનેની અંગજડતીમાંથી મોબાઇલ નંગ-૨ મળી આવેલ. તે સ્કુટર તથા મોબાઇલ-૨ અંગે તેઓની પાસે આધાર-પુરાવા માંગતાં નહિ હોવાનું જણાવેલ. જેથી આ સ્કુટર તથા મોબાઇલ તેઓએ ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાય આવેલ.જેથી સ્કુટર કિ.રૂ.૪૫,૦૦૦/-, મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૧,૫૦૦/-ગણી શકપડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરી તેને ધોરણસર અટક કરવામાં આવેલ. બંને ઇસમની ઉપરોકત સ્કુટર/મોબાઇલ બાબતે પુછપરછ કરતાં આજથી આશરે એકાદ વર્ષ પહેલાં આ સ્કુટર તેઓ બંનેએ ભેગાં મળી ચિત્રા, જીઆઈડીસીમાંથી ચોરી કરેલ હોવાનું અને બંને મોબાઇલ તેઓનાં હોવાની કબુલાત કરેલ.  જેથી તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ કરવા માટે તેઓને બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવ્યાં છે.

Previous articleસરદાર પટેલ નિર્વાણદિને યોજાયેલ સ્પર્ધાઓના વિજેતાનું સન્માન કરાયું
Next articleશહેરનો વિકાસ કે નાણાનો વેડફાટ !