વાઈબ્રન્ટના નામે મોદીનો પ્રચાર : નમો મર્ચન્ડાઈઝ, કુર્તા એન્ડ જેકેટના સ્ટૉલ લગાડ્‌યા

798

મહાત્મા મંદિરમાં આજથી શરૂ થયેલી નવમી વાઇબ્રન્ટ સમિટમાં ઠેરઠેર નરેન્દ્ર મોદીનો ૨૦૧૯નો ચૂંટણી પ્રચાર શરૂ થયો હોય તેવો માહોલ દેખાઇ રહ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં મૂડીરોકાણકારો કે ગુજરાતની વિવિધ એજન્સીઓના બદલે નરેન્દ્ર મોદીના સ્ટોલ લાગેલા છે જેમાં એક સ્ટોલ મોદી મર્ચન્ડાઈજ નામનો લાગ્યો છે.

નરેન્દ્ર મોદીના માસ્કથી માંડીને મોદી ટી-શર્ટ વેચાય છે. તો બાજુમાં લાગેલા એક સ્ટોરમાં મોદી કુર્તાની બોલબાલા છે. આ ઉપરાંત એક એવો અનોખો સ્ટોલ પણ રાખવામાં આવ્યો છે જેમાં પિક્ચર વિથ મોદીનો સ્ટોર રાખવામાં આવ્યો છે. જેમાં મોદીના ફોટા સાથે તમારો ફોટો પડાવો અને ઈ-મેલ દ્વારા તમને મોદી સાથેનો ફોટો મોકલવામાં આવશે. આમ એકંદરે ૨૦૧૯ની વાઇબ્રન્ટ સમિટ નરેન્દ્ર મોદીના પ્રચારની સમિટ દેખાઇ રહી છે.

Previous articleતાઈવાન એકસેલન્સે તેના કટીંગ એજ, સંશોધનો અને ટેકનોલોજીનું નિદર્શન કર્યું
Next articleશાંતિપુરા સર્કલ પાસે નિતી આયોગના ચેરમેનના કાફલાનો મોટો અકસ્માત