વાઇબ્રન્ટ સમિટના આરંભ પૂર્વે જ શહેરમાં ટ્રાફિક જામના દ્રશ્યો

827

ગાંધીનગર સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપની માટે રચાયેલા સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ દ્વારા ગાંધીનગરને સ્માર્ટ બનાવવા સંબંધે તૈયાર કરાયેલો પ્રોજેક્ટ રિપોર્ટ મુખ્યમંત્રી કાર્યાલયને સુપ્રત કરાયો છે અને તેને લીલીઝંડી મળે તેની રાહ જોવાઇ રહી છે. ત્યારે આગામી ફેબ્રુઆરી માસમા પાટનગરને ૨૦૦ કરોડની ગ્રાન્ટ મળશે તેથી આ યોજના સાકાર થઈ શકશે.

ત્યારે આગામી ફેબ્રુઆરી મહિનામાં ગાંધીનગર સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપનીને સપનાઓ સાકાર કરવા માટે રૂપિયા ૨૦૦ કરોડ જેવી જંગી રકમની ફાળવણી સરકાર કરી શકે છે. જીએસસીડીસીના અધિકૃત સૂત્રોમાંથી જાણવા મળ્યા પ્રમાણે ગાંધીનગર શહેરનો સમાવેશ કેન્દ્ર સરકારની દેશના ૧૦૦ શહેરોને સ્માર્ટ બનાવવાની યોજનામાં સમાવેશ કરવામાં આવ્યાની સાથે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં સ્પેશ્યલ પર્પઝ વ્હિકલની રચના કરીને તેને સક્રિય કરી દેવાઇ છે અને તેના નેજો હેઠળ અનેકવિધ આયોજન હાથ ધરવામા આવ્યા છે.

તેમાં શહેરમાં વોટર એટીએમ લગાડવા, કર ચોરી રોકવા માટે જીઓગ્રાફિકલ ઇન્ફર્મેશન સિસ્ટમ અમલી બનાવવી, અકસ્માતના બનાવો રોકવા અને ટ્રાફિક નિયમન કરવા માટે એડપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ લાગુ કરવી સહિતની બાબતોનો સમાવેશ થાય છે અને તેના પર કામ શરૂ કરી દેવાયા છે.

ફેબ્રુઆરી મહિનામાં મનપાને કેન્દ્ર સરકારના ૧૦૦ કરોડ અને રાજ્ય સરકારના ૧૦૦ કરોડ મળીને કુલ રૂપિયા ૨૦૦ કરોડ મળી શકે છે. પરંતુ આ રકમના ૭૫ ટકા નાણાં વપરાયા બાદ જ બીજા હપ્તાના નાણાંની ફાળવણી કરવામા આવશે.

કુલ ૧૪૦૦ કરોડની યોજના સ્માર્ટ સિટી કંપની દ્વારા તેના પ્રોજેક્ટ રિપોર્ટમાં કુલ મળીને રૂપિયા ૧૪૦૦ કરોડના ખર્ચની વિવિધ યોજનાઓ અમલી બનાવવા માટેના આયોજન દર્શાવવામાં આવ્યા છે. પરંતુ તેને પ્રતિ વર્ષના ધોરણે રકમ ફાળવાશે.

નાણા બાબતે માત્ર શહેરને મુક્તિ સ્માર્ટ સિટી માટે કેન્દ્ર સરકાર તરફથી જેટલા નાણાં આપવામાં આવે તેટલી જ રકમ જે તે મહાપાલિકાએ પણ જોડવાનો નિયમ છે. પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે તેમાંથી ગાંધીનગરને મુક્તિ આપી હતી.

આજથી પાટનગરમાં વાઈબ્રન્ટ સમિટ ગુજરાત-૨૦૧૯નો આરંભ થઈ રહ્યો છે ત્યારે ગુરુવારથી જ શહેરનો જ રોડ બંધ કરી દેવામા આવતા પાટનગરના વિવિધ માર્ગો પરથી એક જ જગ્યાએ મુખ્ય માર્ગો પર વાહનો એકત્ર થઈ જતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

Previous articleગુજરાતમાં ૧૫૦૦૦ કરોડનુ રોકાણ કરીશુંઃ કુમાર મંગલમ બિરલા
Next articleઅદાણીએ અગાઉ જાહેર કરેલું રપ હજાર કરોડનું રોકાણ કાગળ પર, નવી જાહેરાત !