ખેડૂતોને દર વર્ષે પ્રતિ હેક્ટર ૧૫૦૦૦ આપવાની તૈયારી

954

ખેડૂતોની ઇન્કમ સપોર્ટ તરીકે દર વર્ષે પ્રતિ હેક્ટર ૧૫૦૦૦ રૂપિયા આપવામાં આવી શકે છે. મામલાથી વાકેફ રહેલા લોકોએ સાફ શબ્દોમાં કહ્યું છે કે, નીતિ આયોગે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે અપફ્રન્ટ સબસિડી આપવા માટેનું સૂચન કર્યું છે. પંચે એમ પણ કહ્યું છે કે, ખાતર, વિજળી, પાક વિમા, સિંચાઈ અને વ્યાજના રાહતો સહિત ખેતીવાડી સાથે જોડાયેલી દરેક પ્રકારની સબસિડીના પરિણામ સ્વરુપે ઇન્કમ ટ્રાન્સફર વ્યવસ્થા અપનાવવામાં આવે તે જરૂરી છે. તેલંગાણા અને ઓરિસ્સાના ખેડૂતોને મદદ આપવા માટે કૃષિ લોન માફીના બદલે ઇન્કમ સપોર્ટની વ્યવસ્થા અપનાવવામાં આવે તે જરૂરી છે. કેટલાક રાજ્યોમાં ભાજપ અને કોંગ્રેસ સરકારોએ લોન માફીની ઘોષણા કરી હતી. કેન્દ્ર સરકારે કહ્યું છે કે, આવી લોન માફીથી અસલ સમસ્યા ખતમ થાય તેવી શક્યતા ઓછી છે. કૃષિ સેક્ટરને દર વર્ષે બે લાખ કરોડ રૂપિયાથી વધારાની ઇનપુટ સબસિડી મળે છે. જો દેશમાં ખેતી કરનાર વર્ગ ઉપર ધ્યાન આપવામાં આવે તો આ ઇનપુટ સબસિડી પ્રતિ હેક્ટર ૧૫૦૦૦ રૂપિયા થાય છે.

કેટલાક નિષ્ણાતો અને પોલિસી નિર્માતાઓની દલીલ છે કે, સબસિડીથી દરેક વ્યક્તિ ફાયદો થતો નથી. તેમનું કહેવું છે કે, કેટલાક મામલામાં તેમના કુદરતી સંશાધનો ઉપર પણ માઠી અસર થઇ રહી છે. એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, એક એવી વ્યવસ્થા ઉભી કરવાની જરૂર છે જેના લીધે કૃષિ ક્ષેત્રની તકલીફો દૂર થઇ શકે. સબસિડીવાળા યુરિયા અને વિજળીના દુરુપયોગને રોકી શકાય. સાથે સાથે ખેડૂતોને આર્થિક સ્વતંત્રતા આપવામાં આવે તે જરૂરી છે. આનાથી સબસિડીવાળા ખાતરોને બીજા ઇન્ડસ્ટ્રીમાં લઇ જવા માટેની ગતિવિધિ પણ રોકાઈ જશે. અધિકારીઓએ કહ્યું છે કે, સરકારનું માનવું છે કે, ખેતીવાડીથી આવક વધારવાથી યોગ્યરીતે સમસ્યાનો ઉકેલ આવી શકશે. આ ઉપરાંત ખેડૂતોને પૈસા આપવાથી તેમને પાકની પસંદગી કરવા સ્વતંત્રતા મળશે. ખાતરો અથવા તો વિજળી સબસિડીવાળા કોમોડિટીને ધ્યાનમાં લઇને કામ કરવાની બાબત યોગ્ય રહેશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૫માં કહ્યું હતું કે, સરકાર વર્ષ ૨૦૨૨-૨૩ સુધી ખેડૂતોની આવક બે ગણી કરવા ઇચ્છુક છે. આના માટે ૧૦ ટકા વાર્ષિકથી વધારેના ગ્રોથ રેટની જરૂર દેખાઈ રહી છે પરંતુ કૃષિ ઉત્પાદનની ગતિ આનાથી પાછળ ચાલી રહી છે જેના કારણે એગ્રીકલ્ચર ઇન્કમમાં ઘટાડો થઇ શકે છે.

અંદાજ એવો છે કે, ખેતીવાડીથી આવક એટલી થશે નહીં કે ખેતી ઉપર આધારિત ૫૩ ટકા ગરીબ પરિવારોને આમાથી બહાર કાઢી શકાય. કારણ કે તેમની પાસે ઓછી જમીન રહેલી છે.આમાથી કેટલાક પરિવારોની પાસે એક હેક્ટરથી પણ ઓછી જમીન રહેલી છે. અલબત્ત કેન્દ્ર સરકારને આવા પ્રોગ્રામમાં ભાગીદારી માટે રાજ્યોને ખુશ કરવાની જરૂર રહેશે. હાલમાં કૃષિ સબસિડીનો અડધો હિસ્સો રાજ્યો આપે છે. ઓછા દરે વિજળી અને નહેરોથી સિંચાઈ સુવિધા તરીકે પણ થાય છે. ખાતર સબસિડી કેન્દ્ર સરકાર તરફથી આવે છે. બીયા ઉપર સબસિડી કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને આપે છે.

Previous articleસબરીમાલા મંદિરમાં ૫૧ મહિલાઓએ કરેલા દર્શન
Next articleકોલકાતામાં મોદી સરકાર સામે મમતાની આજે રેલી