કોલકાતામાં મોદી સરકાર સામે મમતાની આજે રેલી

1140

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી  મમતા બેનર્જી આવતીકાલે કોલકાતામાં મોદી સરકારની સામે મેગારેલી યોજનાર છે. લોકસભા ચૂંટણી પહેલા આને વિપક્ષના શક્તિપ્રદર્શન તરીકે પણ જોવામાં આવે છે. કેન્દ્ર સરકારને સત્તાથી દૂર કરવાના ઇરાદા સાથે તમામ પક્ષો એકમત થનાર છે. આના ભાગરુપે આ રેલી યોજવામાં આવી રહી છે. આ રેલીને ટેકો આપવાની ૧૯ ક્ષેત્રિય પક્ષો દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ નૈતિક સમર્થન આપવાની જાહેરાત કરીને ટીએમસીને પત્ર લખ્યો છે. રાહુલે પત્રમાં  કહ્યું છે કે, મોદી સરકારની જનવિરોધી નીતિઓની સામે સંઘર્ષમાં પોતાનું સમર્થન આપ્યું છે. બંગાળમાં મમતા સમર્થકો વચ્ચે દીદીના ઉપનામથી લોકપ્રિય છે. મોટાભાગના પક્ષોએ મમતા માટે દીદી શબ્દનો પ્રયોગ કરે છે.

પત્રમાં રાહુલે મમતાને દીદી તરીકે સંબોધન કરીને કહ્યું છે કે, બંગાળની જનતા હમેશા જનવિરોધી તાકાતોની સામે રહી છે. મોદી સરકારની સામે આ સમયે સમગ્ર દેશમાં આક્રોશ છે. ટીએમસીના આ પ્રયાસને કોંગ્રેસ પાર્ટી ટેકો આપશે. કોંગ્રેસ પાર્ટી તરફથી આ રેલીમાં મલ્લિકાર્જુન ખડગે ઉપસ્થિત રહેશે. રેલી લોકસભા ચૂંટણીથી પહેલા મોદી સરકાર માટે પડકારરુપ રહેશે. ભગવા પાર્ટીના કુશાસનની સામે સંયુક્ત લડાઈનો સંકલ્પ રહેલો છે. સામાન્ય ચૂંટણીમાં ભગવા પાર્ટી ૧૨૫થી વધારે સીટો જીતી શકશે નહીં. રાજ્યની પાર્ટીઓ દ્વારા જીતવામાં આવેલી સીટોની સંખ્યા ભાજપની સરખામણીમાં વધારે રહેશે. દેશમાં સામાન્ય ચૂંટણી પહેલા શક્તિપ્રદર્શન માટે મમતા બેનર્જી દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લાખો લોકો સામેલ થવાની શક્યતા છે. ભાજપ વિરોધી મુખ્યમંત્રીઓમાં અરવિંદ કેજરીવાલ, કુમારસ્વામી, ચંદ્રબાબુ નાયડુ ઉપરાંત પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા, પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા, આરજેડીના નેતા તેજસ્વી યાદવ, ડીએમકેના એમકે સ્ટાલિન, ભાજપના સાંસદ શત્રુઘ્ન સિંહા ઉપરાંત અન્ય નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. મમતા બેનર્જીની સાથે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, બસપના મહાસચિવ સતીષચંદ્ર મિશ્રા, એનસીપીના નેતા શરદ પવાર, ચૌધરી અજીતસિંહ, યશવંતસિંહા, અરુણ શૌરી, હાર્દિક પટેલ પણ ઉપસ્થિત રહેશે. રેલીમાં સામેલ થનાર નેતાઓ માટે બંગાળના મુખ્યમંત્રીએ વિશેષ ટી પાર્ટીનું પણ આયોજન કર્યું છે. બેઠક બાદ વિપક્ષી નેતાઓ માટે એક ટી પાર્ટી યોજાશે જેમાં વિપક્ષી નેતાઓ સાથે વાતચીત થશે.

Previous articleખેડૂતોને દર વર્ષે પ્રતિ હેક્ટર ૧૫૦૦૦ આપવાની તૈયારી
Next articleલોકસભા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત