રાજુલા તાલુકા પંચાયત કોંગ્રેસ પાસેથી આંચકી લેતું ભાજપ

2350

રાજુલા તાલુકા પંચાયતમાં ૬ મહિના પહેલા ભાજપના ત્રણ સભ્યોને ખેડવી કોંગ્રેસે હસ્તગત કરી હતી. બાદમાં ૬ સભ્યો ગેરલાયક ઠેરવતા પ્રમુખ ઉપપ્રમુખ બંને સસ્પેન્ડ થયા હતાં. અને આજરોજ ચૂંટણી યોજાઈ હતી. જેમાં બિનહરીફ વરણી થઈ હતી.

આજરોજ રાજુલા તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે માસુમબેન બારૈયા અને ઉપપ્રમુખ તરીકે અરજનભાઈ વાઘની બિનહરીફ વરણી થઈ હતી. ભાજપના ૯ સભ્યો અને કોંગ્રેસના ૩ સભ્યો હાજર રહ્યા હતાં.

આજરોજ યોજાયેલી ચૂંટણીમાં પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. અને ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો. અમરેલી જિલ્લામાં પાંચેય ધારાસભ્યો કોંગ્રેસના હોવાથી ગઢમાં ગાબડું પડતા ભાજપના હિરાભાઈ સોલંકી જિલ્લા પ્રમુખ હિરેનભાઈ હિરપરા વુભાઈ ખુમાણ સહિતનાએ ભવ્ય વિજયોત્સવ મનાવાયો હતો.

કોંગ્રેસે ખોટા ભ્રમ ઉભા કરીને જનતાને છેતરી – હીરાભાઈ સોલંકી

આ બાબતે હિરાભાઈ સોલંકીએ ‘લોક સંસાર’ના પ્રતિનિધિ અમરમૃભાઈ બારોટને કહેલ કે કોંગ્રેસ પક્ષે રાજુલા જાફરાબાદ તાલુકાની જનતાને ઉલ્લુ બનાવી અમે આમ કરી નાખીશું અમે તેમ કરી નાખીશુંના વિચારો જનતામાં અંગદ સ્વાર્થે ખોટા ભ્રમ ઉભા કરી જનતાને છેતરી છે જેની નીતિ હવે જનતા જાણી ગઈ છે તે રાજુલા તાલુકા પંચાયત પદેથી હાથ ધોવા પડ્યા છે. અને તાલુકાન  વિકાસ રૂંધાયો છે. હવે ભાજપની તાલુકા પંચાયત બનતા રાજુલા તાલુકાના વિકાસના દ્વાર ખુલ્લા થયા છે. અને આ જીત ભાજપના તમામ કાર્યકર્તાઓની છે જેણે રાત દિવસ જોયા વિના ભાજપને વફાદાર સાચા સત્યનો પ્રકાશ જનતામાં પડે છે.

કોંગ્રેસે જનતાનો નહીં પોતાનો વિકાસ કાર્યો – હિરેન હીરપરા

અમરેલી જિલ્લામાં કોંગ્રેસે જનતાને આંબા આંબલી બતાવી પાંચ પાંચ સીટો તો ધારાસભાની હાંસલ કરી પછી અમરેલી આખા જિલ્લાનો વિકાસ રૂંધાયો છે. તેનો જવાબ માંગી રહી છે અને કોંગ્રેસે જનતાનો નહીં પણ પોતાનો વિકાસ કરવા મંડી હોવાથી જનતા કહે છે મારા સાળા છેતરી ગયોનો અનુભવ થયાથી જનતા કોંગ્રેસ આગામી ચૂંટણીમાં સંપુર્ણ જાકારો આપી નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબુત કરવા ભાજપને આખા જિલ્લામાં આ આવકારી રહી છે જેમાં રાજુલા જાફરાબાદ ખાંભાની જનતામાં થનગનાટ જોવા મળી રહ્યો છે

Previous articleપતંગ લૂંટવા ગયેલા રાણપુરના ચંદરવા ગામના બાળકનો નદીમાંથી મૃતદેહ મળ્યો
Next articleજવાહર મેદાનની ઝુપડપટ્ટી હટાવાઈ