વરૂણ-આલિયાની ’કલંક’નું શૂટિંગ પૂર્ણ, ફર્સ્ટ લુક શેર કર્યો

729

બોલીવુડ સુપરસ્ટાર વરૂણ ધવન લાંબા સમયથી આલિયાની સાથે કરણ જોહરની મલ્ટીસ્ટારર ફિલ્મ કલંકના શૂટિંગમાં વ્યસ્ત હતો. પરંતુ કાલે તેણે આ ફિલ્મમાં પોતાના ભાગનું શૂટિંગ પૂરૂ કરી લીધું છે. આ વાતની જાણકારી વરૂણે પોતાના ટ્‌વીટર એકાઉન્ટ પર આપી છે. પરંતુ આ જાણકારીની સાથે-સાથે વરૂણે પોતાના ફેન્સ માટે એક સરપ્રાઇઝ મેસેજ આપ્યો છે. આ સરપ્રાઇઝ છે ફિલ્મ કલંકના સેટ પરથી તેનો ફર્સ્ટ લુક.

પરંતુ આ સરપ્રાઇઝને વરૂણે બમણી આ રીતે કરી કે વરૂણે પોતાની સાથે કો-સ્ટાર આલિયા ભટ્ટની તસ્વીર પણ શેર કરી છે. પરંતુ આ તસ્વીરની સાથે વરૂણે આલિયા માટે એક એવો મેસેજ લખ્યો છે જેને વાંચીને સમજી જશો કે બંન્ને સ્ક્રીન પર જેટલા દર્શકોને પસંદ આવે છે એટલું જ બંન્નેને એકબીજા સાથે કામ કરવુ પણ પસંદ છે.

આલિયા ભટ્ટ સાથે એક સુંદર તસ્વીર ટ્‌વીટ કરતા વરૂણે કેપ્ટનમાં લખ્યું છે, કલંકનું શૂટિંગ પૂર્ણ… અત્યાર સુધીની મારી સૌથી મોટી ફિલ્મ અને આલિયા ભટ્ટ સાથે ચોથી ફિલ્મ… અમે ખરેખર આ ફિલ્મ માટે ખૂબ મહેનત કરી છે જેથી અમારા ફેન્સને નિરાશા ન મળે. હું આદિ (આદિત્ય રોય કપૂર), સોના (સોનાક્ષી સિન્હા), માધુરી મેમ (માધુરી દીક્ષિત), સંજૂ સર (સંજય દત્ત), આલિયા મેમ (આલિયા ભટ્ટ)ને એક સાથે મોટા પડદા પર જોવા માટે રાહ જોઈ રહ્યો છું.

Previous articleમહેનતાણામાં પ્રવર્તતા પક્ષપાત સામે મને વાંધો છે : દીપિકા
Next articleરોહિતે મિડીયાને માત્ર મને તેની એક ફેન જણાવી : સોફિયા હયાત