વાયબ્રન્ટ જ્યાં યોજાયો છે તેવા મહાત્મા મંદિરમાં જ ગંદકી-એઠવાડના ઢગ

858

ગાંધીજીની ૧પ૦ મી જન્મજયંતિ નિમિત્તે જયારે સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે વાયબ્રન્ટની નવમી સંસ્કરણ વેળાએ ગાંધી મંદીર એટલે મહાત્મા મંદિરમાં જયાં વાયબ્રન્ટની ઉજવણી થઈ રહી છે અને દુનિયામાંથી જયારે બિઝનેશમેન, પ્રતિનિધીઓ, ઉદ્યોગપતિઓ ભારતની ઈમેજ લઈને જવાના છે ત્યાં જ ગંદકી, એઠવાડના ઢગલાં જોવા મળી રહ્યા છે. ત્યાંથી પસાર થતાં દરેકની નજર જતી હોવા છતાં સરકારી તંત્રમાં સ્વચ્છતાની બીજી બાજુ નરી આંખે નજરે પડી રહી છે અને સ્વચ્છતા અભિયાન અને સ્વચ્છતાની છરે આમ મજાક ઉડી રહી છે. નવાઈની વાત તો એ છે કે ત્યાં મુકેલી કચરાપેટી ખાલી અને ઉંધી પડેલી નજરે પડે છે. ત્યારે પસાર થનાર તે જોતાની સાથે જ નાક ચડાવતા દ્રશ્યો પણ જોવા મળ્યા.

Previous articleકેન્દ્રીય વિદેશ મંત્રી સુસ્મા સ્વરાજની ઉપસ્થિતિમાં આફ્રીકા ડેની ઉજવણી કરાઈ
Next articleISIના ત્રણ ખતરનાક શાર્પ શુટરની કરાયેલી અટકાયત