ભૂમાફિયાઓની નજર જમીન પરઃ અમૃતા સિંહ સારાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

956

ફિલ્મ અભિનેત્રી સારા અલી ખાન અને તેની માતા અમૃતા સિંહે શનિવારનાં સાંજે દેહરાદૂન પોલીસને ફરિયાદ કરી છે કે દેહરાદૂનમાં તેના મામાની કરોડો રૂપિયાની જમીન છે જેની પર ભૂ-માફિયાઓની નજર છે. તેઓ આની પર કબ્જો કરી શકે છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર અમૃતા સિંહનાં મામા મધુસૂદન બિમબેટનું શનિવારે નિધન થયું છે. તેઓ કેન્સરથી પીડિત હતા. આ સમાચાર મળતા જ અમૃતાએ પોતાના મામા મધુસૂદનનાં અંતિમ સંસ્કાર કર્યા અને ત્યારબાદ સાંજે પોલીસ સ્ટેશન પહોંચીને એક ફરિયાદ કરી હતી.

અમૃતા સિંહે પોલીસને જણાવ્યું કે તેના મામા મધુસૂદન બિમબેટ એકલા રહેતા હતા. જ્યાં સુધી તેમના પરિવારનાં બીજા લોકો અહીં ના પહોંચે ત્યાં સુધી પોલીસ તેમની કરોડો રૂપિયાની પ્રૉપર્ટીની સુરક્ષા કરે. અમૃતા સિંહની માતાનું નિધન થઇ ચુક્યુ છે. આવામાં તેમના માસી મુંબઈથી દેહરાદૂન શોક સભામાં પહોંચવાનાં છે. અમૃતા સિંહનાં મામા મધુસૂદન બિમ્બેટનું નિધન થયા બાદ તેમની કરોડો રૂપિયાની પ્રૉપર્ટીનું તેમના માસી સિવાય કોઇ હકદાર નથી. અમૃતા સિંહનાં મામા પાસે ૪ એકર જમીન છે જેની પર ભૂ-માફિયાની નજર છે.

અમૃતા સિંહે પોલીસને સૂચના આપી છે કે તેમના મુંબઈ ગયા પછી કોઇ તેમના મામાની પ્રૉપર્ટી પર કબ્જો ના કરે. જો કે આ દરમિયાન તેમણે મીડિયાથી અંતર બનાવેલું રાખ્યું હતુ. કેયરટેકરનાં જણાવ્યા અનુસાર અમૃતા સિંહ અને મધુસૂદન વચ્ચે સારા સંબંધ નહોતા. આ બાબતે શેરસિંહે પણ પોલીસને એક એપ્લીકેશન આપી છે.

Previous article‘પતિ પત્ની ઔર વો’માં કારણ આપ્યા વિના મને હાંકી કાઢીઃ તાપસી પન્નુ
Next articleક્રિકેટ મારા જીવનનો એક ભાગ પરંતુ જીવન નથીઃ વિરાટ કોહલી