ઓસ્ટ્રેલિયન ઓપન : સરેના, જોકોવિકની ભવ્ય જીત

856

મેલબોર્ન પાર્ક ખાતે રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં ટોચના ખેલાડીઓએ આગેકૂચ જારી રાખીને પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં આગેકૂચ કરી લીધી છે. જે ખેલાડીઓએ પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં આગેકૂચ કર છે તેમાં નોવાક જોકોવિક, હાલેપ અને સરેના વિલિયમ્સનો સમાવેશ થાય છે. બીજી બાજુ વિનસ વિલિયમ્સ હારીને બહાર ફેંકાઈ ગયો છે. બીજી બાજુ વર્લ્ડ નંબર વન ખેલાડી સરેબિયાના નોવાક જોકોવિકે કેનેડાના પ્રભાવશાળી ખેલાડી ડેનિસ સાપોવાલોવને હરાવીને ફરી એકવાર વર્ષની પ્રથમ ગ્રાન્ડસ્લેમ સ્પર્ધા ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં આગેકૂચ જારી રાખી છે. છ વખતના ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન નોવાક જોકોવિકે ૧૯ વર્ષીય હરીફ ખેલાડી પર ૬-૩, ૬-૪, ૪-૬ અને ૬-૦થી જીત મેળવી હતી. અન્ય સ્ટાર ખેલાડીઓએ પણ પોત પોતાની મેચ જીતને આગેકૂચ જારી રાખી છે. જોકોવિક અને સિમોના હાલેપે શાનદાર દેખાવ કર્યો હતો. ૨૩ વખતની ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન અમેરિકાની સરેના વિલિયમ્સે ચોથી ક્રમાંકિત ખેલાડી જાપાનની નાઓમી ઓસાકા પર જીત મેળવી હતી. છઠ્ઠી ક્રમાંકિત ખેલાડી યુક્રેનની સ્વોટોલિના અને પુરૂષોમાં આઠમાં ક્રમાંકિત જાપાનના નિસીકોરીએ પણ જીત મેળવીને અંતિમ ૧૬માં જગ્યા બનાવી હતી. જોકે પૂર્વ નંબર વન ખેલાડી અમેરિકાની વિનસ વિલિયમ્સ ફેંકાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયન ઓપન હવે રોમાંચક તબક્કામાં પ્રવેશ કરી રહી છે. સરેના વિલિયમ્સે વર્ષની પ્રથમ ગ્રાન્ડસ્લેમ સ્પર્ધામાં યુક્રેનની ૧૮ વર્ષીય ડાયનાને સીધા સેટોમાં ૬-૨, ૬-૧થી હાર આપી હતી. હાર ખાધા બાદ ડાયના ભાવનાશીલ નજરે પડી હતી. ઓસ્ટ્રેલિયન ઓપન  ટેનિસ ચેમ્પિયનશીપમાં મહિલાઓના વર્ગમાં ત્રીજા રાઉન્ડની મેચમાં જાપાનની નાઓમી ઓસાકાએ તેની હરીફ ખેલાડી તાઈપેઈની ખેલાડી પર જીત મેળવી હતી.  સ્પેનની ખેલાડી મુગુરુઝાએ પોતાની હરીફ ખેલાડી ટીમીયા ઉપર સીધા સેટોમાં જીત મેળવી હતી. પુરૂષોના વર્ગમાં ત્રીજા રાઉન્ડની મેચમાં જોકોવિક, કોરીક, રાઓનીક, નિસીકોરીએ પોતપોતાની મેચ જીતીને પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં આગેકૂચ કરી હતી. આ વખતે હજુ સુધી મોટા અપસેટ સર્જાયા નથી.

Previous articleહાર્દિક પંડ્યા વિવાદ પર બોલ્યો ઇરફાન પઠાણ : જે આખી વાત થઇ તે સારી નથી થઇ
Next articleન્યૂઝીલેન્ડમાં શ્રેણી જીતવા ભારતીય ટીમ સંપૂર્ણ તૈયાર