રેલ્વે સ્ટેડીયમમાં સાયક્લોથોન

536

દર વર્ષે ૧૬ જાન્યુ.થી ૧પ ફેબ્રુ. સુધી ૧ મહિનો સંરક્ષણ ક્ષમતા મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે ર૦ જાન્યુ.એ દેશમાં સાયકલ દિવસ ઉજવવામાં આવે છે તે નિમિત્તે ભાવનગર ખાતે રેલ્વે સ્ટેડીયમમાં સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય વિદ્યાલય અને રેલ્વે સ્કુલના પ૦૦ ઉપરાંત બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે ટ્રોપ સિંહા જો.કમિ. ઈન્કમટેક્ષ, શ્રીમતી મંજુ સીંગ અને આઈઓસીના દિપક કાપડીયા સહિતે ઉપસ્થિત રહીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

Previous articleગૌશાળાની ગાયોને નિરણ કર્યુ
Next articleરામી માળી જ્ઞાતિ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ