યશવંતરાયમાં યોજાયો ટેલેન્ટ શો

1313

જાગૃતિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ભાવનગર દ્વારા આજે યશવંતરાય નાટ્યગૃહ ખાતે ભાવનગર ટેલેન્ટ શોનું આયોજન અમર જ્યોતિબા ગોહિલ, હર્ષાબેન રામૈયા તથા એકતાબેન શાહની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યુ હતું. આ ટેલેન્ટ શોમાં બાળકો અને મહિલાઓ દ્વારા વિવિધ કૃતિઓ રજુ કરી પોતાની પ્રતિભા ઉજાગર કરી હતી. આ કાર્યક્રમમાં જજ તરીકે મનાલીબેન શાહ, ડો.વીણાબેન ગોહીલ, નિલાબા ગોહિલ, દિવ્યાબેન પંચાલ, અમીબેન રૈયા, તથા મુમતાઝબેન શમાએ સેવા આપી હતી.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આંમત્રિતો તથા શુભેચ્છકો ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

 

Previous articleજિલ્લા જેલમાં હવાલદારો પણ સલામત નથી : કેદીઓએ મારમારી ધમકી આપી
Next articleશહેરમાં વિર માંધાતાની નિકળેલી શોભાયાત્રા