નવી ફિલ્મમાં હવે આદિત્ય અને દિશાની જોડી ચમકશે

608

મોહિત સુરી ફરી એકવાર નવી ફિલ્મ બનાવવા માટે સક્રિય થઇ ગયા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ મોહિત સુરી નવી એક્શન થ્રીલર ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. આ  ફિલ્મમાં આદિત્ય રોય કપુર અને દિશા પટણીની જોડી કામ કરનાર છે. દિશા અને આદિત્યની જોડી અગાઉ ક્યારેય સાથે દેખાઇ નથી. પહેલા એવી ચર્ચા ચાલી રહી હતી કે ફિલ્મમાં આદિત્ય રોય કપુરની સાથે કૃતિ સનુનને લેવામાં આવનાર છે. જો કે હવે દિશાને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પોતાના સેક્સી અને બોલ્ડ ફોટાઓ વારંવાર સોશિયલ મિડિયા પર મુકીને ચર્ચતામાં રહેનાર દિશા હવે ફરી એકવાર વધુ પ્રોજેક્ટ મેળવી રહી છે. તેની  પાસે હાલમાં કેટલાક મોટા પ્રોજેક્ટ રહેલા છે. જેમાં સલમાન ખાનની ભારત ફિલ્મનો સમાવેશ થાય છે. આ ફિલ્મ આ વર્ષે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં સલમાન અને કેટરીના કેફની સાથે દિશા પણ કામ કરી રહી છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે મોહિત સુરી પહેલા પણ ૨૦૧૩માં સાથે કામ કરી ચુક્યા છે. વર્ષ ૨૦૧૩માં આદિત્ય રોય કપુર અને શ્રદ્ધા કપુરને લઇને મોહિત સુરીએ આંશિકી-૨ ફિલ્મ બનાવી હતી.

Previous articleકાળીયાબીડમાં યુવાનની હત્યા કરનાર પોલીસના રડારમાં
Next articleહું આજે બાલા સાહેબનાં કારણે જીવતો છું : અમિતાભ બચ્ચન