કચ્છ સહિત સૌરાષ્ટ્રમાં કમોસમી માવઠું થતાં ખેડૂતોને મોટુ નુકશાન

907

કચ્છના પૂર્વ વિસ્તારોમાં સવારથી વાતાવરણમાં અચનક પલટો આવવાની ઘટના સામે આવી હતી. જેથી બપોરના સમયે એકાએક વરસાદ શરૂ થયો હતો. આશરે અડધો કલાક સુધી વરાસદ પડવાથી રોડ અને રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા દેખાયા હતા. અચાનક વરસાદ પડવાથી ગાંધીધામના લોકોએ વરસાદની મઝા માણી હતી.

મહત્વનું છે, કે કચ્છ સહિત જામનગરમાં પણ સવારથી વાતાવરણમાં વાદળ છવાયેલા દેખાઇ રહ્યા હતા. બપોરના સમયે આશરે ૩૦ મીનિટ સુધી વરસાદ પડ્‌યો હતો. જેથી મોટી સંખ્યામાં શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. હાઇવે પર જઇ રહેલા વાહનોને પણ વરસાદને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્‌યો હતો.કમોસમી માવઠું પડવાને કારણે ખેડૂતોને મોટી સંખ્યામાં પાકને નુકશાન થયું છે, ખેડૂતોને જીરૂ અને શિયાળા પાકને મોટી સંખ્યામાં નુકશાન થયું છે. આ પ્રકારના કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ત્યારે બીજી બીજુ પોરબંદરમાં પણ વરસાદી માવઠુ જોવા મળતા ખેડૂતોમાં પાકને લઇને ચિંતા વ્યાપી હતી. જેમાં મીઠાપુરમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. તો ઓખામાં વરસાદી પાણી રોડ પર ફરી વળ્યા હતા. કમોસમી વરસાદ પડતાં ખેડૂતોને પણ ઉભા પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે.

મહત્વનું છે કે, હાલમાં શિયાળાની ઠંડીનું પ્રમાણ વધુ છે ત્યારે કમોસમી માવઠાથી વાતાવરણની ઠંડકમાં વધારો નોંધાયો છે. બીજી બાજુ ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતી છે. અહીં કેટલાક વિસ્તારોમાં રોડ પર પાણી ફરી વળ્યા હતા.

Previous article૩૦મી જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં શહીદોની યાદમાં બે મિનિટનું મૌન પળાશે
Next articleભાજપનો છેડો ફાડી કોંગ્રેસમાં જોડાનાર નેતાએ કહ્યું ‘ભાજપમાં વ્યક્તિ પુજા વધી ગઇ’