સિહોર નગરપાલિકાની જમીનમાં ગેરકાયદેસર યોજાતા વાહન મેળા

694

હમેશા વિવાદોમાં રહેતી સિહોર નગરપાલિકાની પથિકાશ્રમ પાસે આવેલી પડતર જમીનમાં જુદી જુદી કંપનીઓ દ્વારા અવારનવાર વાહન કે લોનમેળા યોજાતા હોઈ છે પરંતુ આ કંપનીના સંચાલકો મેળા દરમિયાન લાખો રૂપિયા કમાતા હોવા છતાં પાલિકાની જમીનના ભાડા પેટે એકપણ રૂપિયો નહિ આપતા હોવાથી સરકારી તિજોરી ને હજારોનું નુકસાન કરી રહ્યા છે. પાલિકા તંત્ર દ્વારા આ બાબતની ગંભીરતાથી નોંધ લઈને નગરપાલિકાના જે-તે વોર્ડ સુપરવાઈઝર દ્વારા લેખીત ધ્યાન દોરીને બાંધકામ વિભાગ દ્વારા ભાડા વસુલાતનીં કામગીરી કરવામાં આવતી ન હોવાથી સિહોર નગર પાલિકા ને મોટું આર્થિક નુકશાન થઈ રહ્યું હોય તથા આ વિસ્તારમાં ટ્રાફિક ને લગતી સમસ્યાઓ નિયમિત પણે ઉપસ્થીત થવા પામતી હોય છે તેથી તંત્રના જવાબદારો પોત પોતાની ફરજ બજાવે તે અત્યંત જરૂરી છે.સિહોર શહેરમાં વસતા નાગરિકો જો સમયસર વેરો ન ભરે તો આકરી ઉઘરાણી કરવામાં આવે છે પણ સરકારી જમીનનો ધંધાકીય ઉપયોગ કરી રહેલા વાહન મેળા વાળા પ્રત્યે કેમ આકરું વલણ નથી રાખી રહ્યા..? તો શુ આવા મેળાના આયોજકો પાસેથી પાલિકાના લાગતા વળગતા બારોબાર ઉઘરાણું કરી રહ્યા છે તેવુ સિહોર માં લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

Previous articleગઢડામાં ૩૧ માર્ચે મેમણ સમાજના સમુહ શાદી સમારોહનું આયોજન
Next articleલોકવિદ્યાલય વાળુકડમાં સાંસ્કૃતિક કાર્યક્રમ