ઇવીએમ વિવાદ : FIR દાખલ કરવાનું આખરે પોલીસને સૂચન

606

ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ)ને લઇને ઉઠેલા વિવાદમાં વધારો થતાં હવે ચૂંટણી પંચે પણ આજે દાવો કરનાર સાયબર નિષ્ણાત સૈયદ શુઝા સામે એફઆઈઆર દાખલ કરવા દિલ્હી પોલીસને આજે આદેશ કર્યો હતો. શુઝાએ ગઇકાલે દાવો કર્યો હતો કે, ભારતમાં ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવતા ઇવીએમને હેક કરી શકાય છે. ચૂંટણી પંચે આની ગંભીર નોંધ લઇને આ મામલામાં એફઆઈઆર દાખલ કરીને જરૂરી તપાસ કરવા માંગણી કરી છે. ઇસીઆઈ દ્વારા કહેવામાં આવ્યું છે.

કે, લંડનમાં થયેલા કાર્યક્રમમાં સૈયદ શુઝા દ્વારા કરવામાં આવેલા દાવામાં ઉંડી તપાસ કરવામાં આવે તે જરૂરી છે. શુઝાએ એમ પણ કહ્યું તું કે, ભારતમાં ુપયોગ કરવામાં આવતા ઇવીએમને હેક કરી શકાય છે. ઇસીઆઈએ પોતાના પત્રમાં કહ્યું છે કે, કેટલાક મિડિયા રિપોર્ટ મારફતે પંચે નોંધ લઇને આ બાબતની નોંધ લીધી છે કે, સૈયદ શુઝાના દાવામાં તપાસ કરવામાં આવે તે જરૂરી છે. સૈયદ શુઝાએ દાવો કર્યો છે કે તેઓ ઇવીએમ ડિઝાઈન ટીમના સભ્ય હતા અને તેઓ ભારતમાં ઉપયોગ થઇ રહેલા ઇવીએમને હેક કરી શકે છે. ઇસીઆઈએ દિલ્હી પોલીસને તપાસ કરીને રિપોર્ટ રજૂ કરવા કહ્યું છે. સાયબર નિષ્ણાત વડા દ્વારા કરવામાં આવેલા દાવા બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર લડાઈ શરૂ થઇ ચુકી છે. કેન્દ્રીયમંત્રી અને ભાજપ નેતા રવિશંકર પ્રસાદે આક્ષેપ કરતા કહ્યું છે કે, રાહુલ ગાંધી ચૂંટણી હારી રહ્યા છે જેથી આવા પ્રયોગ કરાવી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી ૨૦૧૯ની ચૂંટણીમાં તેની થનાર હારને લઇને પહેલાથી જ બહાના શોધી રહી છે. રાહુલ ગાંધી હોમવર્ક કરતા નથી. તેમની ટીમ પણ હોમવર્ક કર્યા વગર મેદાનમાં ઉતરે છે. રાહુલ ગાંધી ચૂંટણી હારવા માટે ઘણા રસ્તાઓ શોધતા રહે છે. હેકથોનમાં કહેવામાં આવ્યું હતું કે, શુઝા એક મોટા હેકર તરીકે છે. એકાએક તેઓ ત્યાં કઇરીતે પ્રગટ થઇ ગયા હતા. એમ પણ કહેવામાં આવ્યું હતું કે, ઇવીએમને હેક કરીને દર્શાવવામાં આવશે પરંતુ તેઓ અમેરિકાથી પ્રગટ થાય છે. ચહેરાને ઠાંકીને રાખે છે. ત્યાં તેઓએ માત્ર ખોટી વાત રજૂ કરી હતી. શુઝાએ ગોપીનાથ મુંડેના મોતને લઇને પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. પ્રસાદે કહ્યું હતું કે, એમ્સના તબીબોએ મુંડેના પોસ્ટમોર્ટમ રિપોર્ટ કર્યા હતા અને કહ્યું હતું કે, તેમની ગરદનમાં ઇજા થવાથી મૃત્યુ થયું હતું. શુઝાએ માત્ર બકવાસ વાત કરી હતી. શુઝાએ પોતાના દાવામાં કોઇપણ પ્રકારના પુરાવા રજૂ કર્યા ન હતા. આ શખ્સે કોઇપણ પુરાવા રજૂ કર્યા વગર આક્ષેપો કર્યા હતા. એક અમેરિકી સાયબર નિષ્ણાતનો દાવો છે કે, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનને હેક કરવામાં આવી શકે છે. લંડનમાં યોજાયેલી હેકથોનમાં આ નિષ્ણાતે કહ્યું હતું કે ભાજપના નેતા ગોપીનાથ મુંડેની હત્યા કરવામાં આવી હતી. મુંડે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનને હેક કરવાને લઇને માહિતી ધરાવતા હતા. ભારતમાં ઉપયોગ કરવામાં આવતા ઇવીએમને ડિઝાઈન કરનાર અન્ય એક નિષ્ણાતે પણ દાવો કર્યો છે કે, આમા ગેરરીતિ થઇ શકે છે. લંડનમાં યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસી નેતા કપિલ સિબ્બલ ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી પંચે શુઝા સામે એફઆઈઆર દાખલ કરવા સ્પષ્ટ સૂચના આપી છે. ફરિયાદમાં ચૂંટણી પંચે આઈપીસીની અને અન્ય સંબંધિત જોગવાઈઓ પૈકી અમેરિકા સ્થિત હેકર સામે આરોપો મુકવા પોલીસને સૂચના આપી છે.

Previous articleઅંબાજી-ગબ્બર પર બનશે દેશનો સૌપ્રથમ સ્કાય વોક
Next articleગઠબંધનમાં વડાપ્રધાન બનવાની લાઈનો લાગેલી છે : અમિત શાહ