રાણપુર ગ્રામ પંચાયતના તલાટી મંત્રીનો વિદાય સમારંભ યોજાયો

666

બોટાદ જિલ્લાના રાણપુર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પ્રતાપસંગ.એ.ટાપરીયાની બદલી રાણપુર તાલુકાના સુંદરીયાણા ગામે થતા તેમનો વિદાય સમારંભ યોજાયો હતો પી.એ.ટાપરીયાએ જ્યારથી રાણપુર ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ચાર્જ સંભાર્યો ત્યારથી તેવો લોકોના સતત કામ કરતા હતા પોતાના સ્વભાવ ને કારણે રાણપુરમાં ખુબજ લોકપ્રિયતા મેળવી હતી કોઈ પણ માણસ તેમની પાસે કામ કરાવવા જાય એટલે તરત ઉભા ઉભા તેમનુ કામ કરી દેતા આવે લોક પ્રિય અધિકારીની બદલી થતા તેમને ભાવભીની વિદાય આપવામાં આવી હતી રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ અબ્બાસભાઈ ખલાણી, ઉપ.સરપંચ,ર ાણપુર ગ્રામ પંચાયતના સદસ્યો, પંચાયતના કર્મચારી ગણ તથા રાણપુર શહેરના લોકો આ વિદાય સમારંભમાં હાજર રહ્યા હતા જેમાં સરપંચ દ્વારા તલાટી મંત્રી ટાપરીયા નુ શાલ ઓઢાડી સન્માન કરી તેમની કામગીરી ને બિરદાવી હતી તેમજ નવા આવેલા તલાટી મંત્રી જીલુભાઈ નુ શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યુ હતુ તેમજ પંચાયતના સદસ્યો અને કર્મચારી ગણ દ્વારા પણ તલાટીઓને ફુલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યુ હતું.

Previous articleઠળીયા પ્રા.આ. કેન્દ્ર ખાતે આઈ ચેકઅપ કેમ્પ યોજાયો
Next articleસરદાર નંદીશાળાની મુલાકાતે ગુજ.હાઈ.ના એજીપી