CA ફાઇનલનું પરિણામ જાહેર  ૨૮૪ વિદ્યાર્થીઓ પાસ થયા

717

નવેમ્બર માસમાં લેવાયેલી ઝ્રછ ફાઇનલનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ ચેપ્ટરનું નવા કોર્ષનું પરિણામ ૪૫.૩૫ ટકા જ્યારે જુના કોર્સનું ૪૨.૬૪ ટકા પરિણામ રહ્યું હતું. જ્યારે જુના કોર્ષમાં ૬૬૬ પૈકી ૨૮૪ વિદ્યાર્થીઓ જ્યારે નવા કોર્સ માં ૮૬ પૈકી ૩૯ વિદ્યાર્થીઓ પાસ નવા કોષનું ઓલ ઈન્ડિયા લેવલનું પરિણામ ૩૬.૯૩ ટકા, જુના કોર્સ માં ઓલ ઇન્ડિયા લેવાલનું પરિણામ ૪૨.૦૪ ટકા પરિણામ રહ્યું હતું.

અમદાવાદ ઝ્રછ ફાઈનલ પરીક્ષાનું પરિણામ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ઝ્રછ ફાઈનલ પરીક્ષાની ઓલ્ડ કોર્ષના બંને ગૃપમાં કુલ ૬૬૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં કુલ ૬૬૬માંથી એક/બે/બંને ગૃપમાં ૨૮૪ વિદ્યાર્થીઓ થયા પાસ હતા. તો માત્ર ગૃપ ૧ની પરીક્ષા આપનાર ૯૧૬માંથી ૨૫૫ વિદ્યાર્થીઓ પાસ થયા છે. માત્ર ગૃપ ૨ ની પરીક્ષા આપનાર ૧૧૭૭માંથી ૨૫૩ વિદ્યાર્થી પાસ થયા છે. ઓલ્ડ કોર્ષની પરીક્ષામાં પૂજા કલ્પેશ શાહ અમદાવાદમાં પ્રથમ રહી હતી, જેનો ભારતમાં ૨૬માં ક્રમ રહ્યો હતો. તો મિત લાખાણી અમદાવાદમાં ૨જો અને ભારતમાં ૩૦માં ક્રમે રહ્યો હતો. તો કૌશલ સોની અમદાવાદમાં ત્રીજા ક્રમે રહ્યો હતો.

નવા કોર્ષની પરીક્ષામાં પુલકિત અરોરા અમદાવાદમાં પ્રથમ અને ભારતમાં ત્રીજા ક્રમે રહ્યો હતો. અંકિત જૈન અમદાવાદમાં બીજા અને ભારતમાં ૨૨માં ક્રમે રહ્યો હતો. રોહિત રંગવાની અમદાવાદમાં ત્રીજા અને ભારતમાં ૩૭માં ક્રમે રહ્યો હતો. રિપલકુમાર પટેલ અમદાવાદમાં ચોથા ક્રમે જ્યારે ભાવના પ્રજાપતી અમદાવાદમાં ૫માં ક્રમે રહ્યાં હતા.

Previous articleસુભાષચન્દ્ર બોઝ ૧૨૨ મી જન્મજયંતી નિમિત્તે તેમના જીવનચરિત્ર પર વ્યાખ્યાનનું આયોજન
Next articleકેપિટલ રેલ્વે સ્ટેશને આજથી ટ્રેનોની અવર જવર ૧૦ દિવસ બંધ