આફ્રિકાના ઑલરાઉન્ડર જોહાન બોથાએ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો

729

દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઑલરાઉન્ડર જોહાન બોથાએ સત્તાવાર જાહેરાત કરીને ક્રિકેટના બધા જ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. તેમણે આ જાહેરાત કરવાની સાથે જ તેમણે તાત્કાલિક ધોરણે ક્રિકેટના બધા જ ફોર્મેટમાંથી નિવૃતી જાહેર કરવાનો નિર્ણય કર્યો હતો. આઇપીએલમાં તેમણે રાજસ્થાન રૉયલ્સથી ટીમ સાથે જોડાઇને ઘણી મેચ રમી હતી.

આઈસીસીના સત્તાવારા રિપોર્ટમાં આ અંગેની માહિતી આપવામાં આવી હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ૩૬ વર્ષીય ખેલાડી હાલ બિગ બેસ લીગનો ભાગ છે અને હોબાર્ટ હરિકેન્સની ટીમ સાથે જોડાયેલો છે. બોથાને પોતાના ૧૯ વર્ષીય લાંબા કરિયરને ખતમ કરવાનો સમય આવી ગયો છે. તેને થોડીક સ્વાસ્થ્યને લઇને સમસ્યા થવાથી તેના સારવાર માટે આ નિર્ણય ખેલાડી દ્વારા લેવામાં આવ્યો છે.

જોહાન બોથાએ એક મીડિયમ પેસર તરીકે પોતાના ક્રિકેટ કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ આ સ્ટાઇલમાં તેમની બોલિંગ કરવાને લઇને સવાલો ઉભા થતા તેમણે પોતાની બોલિંગ સ્ટાઇલ બદલીને સ્પિન બોલિંગ કરવાની શરૂઆત કરી હતી.

બોથાએ પોતાના ૧૯ વર્ષીય કરિયર દરમિયાન સાઉથ આફ્રિકાની ટીમનો ભાગ બનીને ક્રિકેટના દરેક ફોર્મેટમાં પોતાનું શાનદાર પ્રદર્શન આપ્યું હતું. પોતાના દેશ માટે બોથાએ ૫ ટેસ્ટ મેચ રમી છે અને કેટલીક ટી૨૦ મેચ રમી છે. મેચના ટી૨૦ ફોર્મેટમાં ૨૧ જેટલી મેચમાં દક્ષિણ આફ્રીકાના કપ્તાન તરીકેની ભૂમિકા પણ નિભાવી હતી.

તેમણે આ જાહેરાત કરવાની સાથે જ તેમણે તાત્કાલિક ધોરણે ક્રિકેટના બધા જ ફોર્મેટમાંથી નિવૃતી જાહેર કરવાનો નિર્ણય કર્યો હતો. આઇપીએલમાં તેમણે રાજસ્થાન રૉયલ્સથી ટીમ સાથે જોડાઇને ઘણી મેચ રમી હતી.આઈસીસીના સત્તાવારા રિપોર્ટમાં આ અંગેની માહિતી આપવામાં આવી હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ૩૬ વર્ષીય ખેલાડી હાલ બિગ બેસ લીગનો ભાગ છે અને હોબાર્ટ હરિકેન્સની ટીમ સાથે જોડાયેલો છે.

Previous articleખેલાડી પર અભદ્ર કમેન્ટ કર્યા બાદ પાક કપ્તાન સરફરાઝે માફી માંગી
Next articleટી-૨૦ ક્રિકેટમાં ૯૦૦ છગ્ગા ફટકારનાર પ્રથમ ખેલાડી ગેલ