સુઝુકીનો જે પ્લાન્ટ ચાલુ છે તેનું ઉદ્ઘાટન કરવાની જાહેરાત

979

CM રૂપાણીએ વાઈબ્રન્ટ સમિટ ૨૦૧૯ની સફળતાના ગુણગાન ગાવા માટે બીજા જ દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી એવી જાહેરાત કરી કે ગુજરાત સરકાર ૨૭ નવા પ્રોજેક્ટનું માર્ચ સુધીમાં ઉદ્ધાટન કરશે. પરંતુ નવાઈની વાત તો એ છે કે આ ૨૭ પ્રોજેક્ટમાં મોટા ભાગના પ્રોજેક્ટ તો અગાઉથી જ કાર્યરત છે. તો રૂપાણી ઉદ્ધાટન કોનું કરશે? ગોળાગોળા વાતોમાં સાચી વાત એવી છે કે રૂપાણી આ કાર્યરત પ્રોજેક્ટમાં નાના એવા નવા યુનિટીનું જ ઉદ્ધાટન કરશે. રૂપાણી અમદાવાદના માંડલપુર માં આવેલા મારુતિ સુઝુકી ગુજરાત પ્રાઈવેટ લિમિટેડના સ્વિફ્‌ટ મૅન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ધાટન કરવાના છે. વાઈબ્રન્ટ ગુજરાતનાં ઉદ્ઘાટન દિવસ ૧૮ જાન્યુઆરીના રોજ સુઝુકીએ પોતાની  ગ્લોબલ વેબસાઇટ પર આ પ્લાન્ટ શરૂ થઈ ચૂક્યો છે તેવી જાહેરાત કરી દીધી હતી ત્યારે હવે ઝ્રસ્ કોનું ઉદ્ધાટન કરશેરૂપાણી અદાણી, પલોનજી, વેલ્સ્પુન, ટોરેન્ટ, બાલાજી અને જેસીબી વગેરે જેવા ગૃપ અગાઉથી જ કાર્યરત એવા પ્લાન્ટ, ઈન્ડસ્ટ્રીયલ પાર્ક અને પ્રોજેક્ટમાં જ શરૂ થનારા નાના પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરવાના છે અને પ્રેસ કોન્ફરન્સમાં તો આખી કંપનીઓના ઉદ્ધાટન કરવાના હોય તેવી જાહેરાતો કરી હતી.

Previous articleGPSCનો કાર્યક્રમ જાહેર, ૧૦% આર્થિક અનામત સાથે કાલથી ભરતી પ્રક્રિયા શરૂ
Next articleજયંતિ ભાનુશાળીના ખૂન કેસમાં છબિલ પટેલ અને મનિષાની સંડોવણી