પૂ. બાપાના દર્શન કરીને લાખો ભાવિકો પાવન થયા

1402

સંતશ્રી બજરંગદાસ બાપાના ધામ ગુરૂઆશ્રમ બગદાણા ખાતે આજે સદગુરૂ સંત પૂ. બજરંગદાસ બાપાની ૪રમી પુણ્યતિથિ મહોત્સવની ધામધુમપુર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભારે હર્ષોલ્લાસ સાથે હજારોની સંખ્યામાં હૈયે હયુ દાળય તેવી ભીડ વચ્ચે બાપા સીતારામ, બાપા સીતારામના નાદ સાથે ઉત્સાહપુર્ણ વાતાવરણમાં સમગ્ર મહોત્સવ સંપન્ન થયો હતો.

વહેલી સવારના મંગલ પ્રભાતે પ કલાકે મંગલા આરતીથી કાર્યક્રમોનો શુભારંભ થયો હતો. બાદમાં ધ્વજા પૂજન અને ધ્વ્જા આરોહણનાની વિધિ યોજાઈ હતી. મહિમાપુર્ણ ગુરૂપુજનની વિધિમાં પણ સવાર ૮-૩૦ કલાકે ભક્તજનો જોડાયા હતાં. ગુરૂપુજન સહિતના કાર્યક્રમોમાં ગુરૂઆશ્રમ બગદાણાના મેને. ટ્રસ્ટી મનજીદાદ પટેલ, તેમજ સર્વ ટ્રસ્ટી મંડળના રામસિંહભાઈ ચુડાસમા, વનરાજસિંહ જાડેજા, મનુભાઈ વાઢૈયા, હિમંતભાઈ સોની તેમજ સેવક મસુદાય વગેરે જોડાયા હતાં.

બદામાં સવારના ૯-૩૦ કલાકે યોજાયેલી પરંપરાગત બાપાની નગરયાત્રામાં ઢોલ-નગારા, વાજીંત્રો તેમજ ડી.જે.સાઉન્ડના સથવારે સૌ ઉમળકાભેર જોડાયા હતાં. બગદાણા ગામમાં ફરેલી આ રંગદર્શી નગરયાત્રામાં ફુલોથી સજાવેલી વિશેષ ગાડીમાં પૂ.બાપાની વિશાળ છબી પધરાવવામાં આવી હતી. આ નગરયાત્રા ગામમાં ફરી હતી. પીપરમેંટ – ચોકલેટ તથા ગુલાલની રંગીન છોળો યાત્રા દરમિયાન ઉડતી રહી હતી. યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો ભક્તોજનો જોડાયા હતા.

પૂ. બાપાની  ૪રમી નિર્વાણતિથિમાં મોટી સંખ્ય્માં માનવ સમુદાય હાજર રહેવાનો હોય અહીં તમામ આગોતરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. ૩૦૦૦ ઉપરાંતના બહેનો, ભાઈઓ સ્વ્યંસેવકોએ પાર્કીંગ, દર્શન, ચા-પાણી રસોડા વિભાગ, વિજળી-પાણી વિભાગ, સુરક્ષા, લગેજ વિગેરે વિભાગોમાં ખડેપગે નમુનેદાર સેવા પુરી પાડી હતી. બગદાણા ખાતેના ગુરૂપુનમ તેમજ પુ.બાપાની તિથિ વેળાના પ્રસંગોમાં રામ, રોટલો અને રાષ્ટ્રભક્તિના રંગેરંગાયેલા ચુનંદા સ્વ્યંસેવકોની બેનમુના સેવાઓ અહીં પ્રતિવર્ષ ઉપલબ્ધ બને છે. અહીં છેલ્લા એક અઠવાડિયાથી ૬૦ ટ્રેકટર, ૧૦ ડીસીએમ ટેમ્પા, ૧પ કારની સેવાએ પણ આજુબાજુના ગામો વિસ્તારોમાંથી મળી હતી.

રસોડા વિભાગમાં બહેનો અને ભાઈઓ માટેની અલગ-અલગ ભોજન શાળાઓમાં સૌએ પંગતમાં બેસીને પ્રસાદ લીધો હતો. લાડુ, ગાંઠિયા, રોટલી, શાક, દાળ ભાત વિગેરેનો ભોજન પ્રસાદ સૌને પિરસાયો હતો. રસોડા વિભાગમાં છસો મણ લાડું, ચારસો મણ ગાંઠિયા, પાંચસો મણ શાકભાજી, એકસો મણ દાળ તેમજ દોઢસો મણ ભાતનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતો. આ મહોત્સવ નિમિત્તે એસ.ટી. વિભાગ દ્વારા ખાસ બસો દોડાવવામાં આવી હતી. એક પી.આઈ., સાત પી.એસ.આઈ., નવ્વાણું પોલીસમેન, સોળ મહિલા પોલીસ, ૭૯, હોમગાર્ડ તથા દસ ટ્‌્રાફિક પોલીસ સાથે પોલીસ વિભાગોનો ચુસ્ત બંદોબસ્ત રહ્યો હતો.

એનઆરઆઈનો દર્શને પહોંચ્યા

પૂ. બાપાના એનઆરઆઈ ભક્તોએ આજે બગદાણા ધામમાં પૂ. બાપાની નિર્વાણ તિથિમાં સામેલ થઈને ધન્યતાની લાગણી અનુભવી હતી. દુબઈ સ્થીત રસિકભાઈ સાગર અને તેમનો પરિવાર છેલ્લા ૩૮ વર્ષની ગુરૂપુર્ણિમા અને પુણ્યતિથિ મહોત્સવ દુબઈથી પ્રતિવર્ષ બાપાનાધામમાં નિયમિત દર્શન માટે આવે છે.

વિદ્યાર્થીનીઓએ સેવા બજાવી

મહિલા વિભાગના આશ્રમ પરિસર નજીકના રસોડા ખાતે બગદાણા ગામની માધ્યમિક શાળા સંત બજરંગદાસ બાપા હાઈસ્કુલની વિદ્યાર્થીનીઓએ સતત સેવાઓ આપી હતી. સવાસો જેટલીબ હેનોએ આ રસોડામાં યાત્રાળુ બહેનોને બેસાડવાની તથા સફાઈ વગેરે કામગીરીમાં જોડાઈ હતી.

રક્તદાન કેમ્પ યોજાયો

આજના મહોત્સવમાં ગુરૂઆશ્રમ પરિસરમાં ભાવનગર બ્લડ બેંક દ્વારા માનવ સેવાના ભાગ રૂપે રક્તદાન કેમ્પ પણ યોજાયો હતો. જેમાં પ૧ બોટલ રક્ત એકત્ર થયું હતું. ભાવનગર સરદારનગર સ્થિત બ્લડ બેન્કના કર્મચારીઓ, ડોકટરોની સેવા મળી હતી.

Previous articleઘરફોડ ચોરીનાં ૨ આરોપી ૨૪ હજારની રોકડ સાથે ઝડપાયા
Next articleલુકા છુપી’ ના આકર્ષક ટ્રેલરની રજૂઆત સમગ્ર કાસ્ટ અને ક્રૂની હાજરીમાં થઈ!