જાન્હવી સાથે કોઇ પ્રકારની સ્પર્ધા નથી : સારાનો ધડાકો

680

બોલિવુડમાં બે યુવા સ્ટાર અભિનેત્રી જાન્હવી કપુર અને સારા અલી ખાન હાલમાં ભારે લોકપ્રિયતા જગાવી રહી છે. બંને અભિનેત્રીઓ ગયા વર્ષે બોલિવુડમાં પ્રવેશી હતી. બંને અબિનેત્રીઓ હાલમાં કેટલીક ફિલ્મો હાથમાં ધરાવે છે. ગયા વર્ષે ફિલ્મ ધડક મારફતે શ્રીદેવીની પુત્રી જાન્હવી કપુર બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. બીજી બાજુ સારા અલી ખાને પણ ગયા વર્ષે જ ફિલ્મ કેદારનાથ મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. બંને અભિનેત્રી ટુંકા ગાળામાં જ પોતાની કુશળતાના કારણે જાણતી બની ગઇ હતી. તેમની ફેશન સેન્સને લઇને પણ ચર્ચા જારી રહી છે. એકબાજુ બંને સોશિયલ મિડિયા મારફતે પણ ચર્ચામાં રહી છે. બંને વચ્ચે ગળા કાપ સ્પર્ધા હોવાની વાત પણ સપાટી પર આવી હતી. જો કે હવે બંને સ્ટારે તેમની વચ્ચે કોઇ સ્પર્ધા હોવાના હેવાલને રદિયો આપ્યો છે. સારા હાલમાં તેની સિમ્બા ફિલ્મના કારણે ચર્ચામાં રહી હતી. તેનુ કહેવુ છે કે જાન્હવી કપુર સાથે તેની કોઇ પણ પ્રકારની સ્પર્ધા નથી. તેનુ કહેવુ છે કે જાન્હવી કપુર પણ આત્મવિશ્વાસ સાથે આગળ વધરી રહી છે. સારા અને જાન્હવી કપુર વચ્ચે કોણ શ્રેષ્ઠ છે તેને લઇને પ્રશ્ન થતા રહે છે. જો કે આવા પ્રશ્નનો ક્યારેય બંને દ્વારા જવાબ આપવામાં આવ્યો નથી.સારા અલી ખાને કહ્યુ છે કે તેનુ માનવુ છે કે ફિમ ઇન્ડસ્ટ્રીઝ ખુબ મોટી છે. અહીં તમામ માટે સ્પેશ છે. તમામ માટે કામની તક રહેલી છે. તમે જ્યાં છો ત્યાં જ આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની જરૂર છે. તાજેતરમાં જ સારા અલી ખાને એક મેગેઝીનને આપેલી મુલાકાતમાં કહ્યુ હતુ કે તેની સાથે બોન્ડિંગ ખુબ મજબુત છે. વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો એવુ જાણવા મળી રહ્યુ છે કે સારા અલી ખાન હવે કુલી નંબર વન ફિલ્મની રિમેક ફિલ્મમાં વરૂણ ધવનની સાથે નજરે પડનાર છે. ફિલ્મ માટેનુ શુટિંગ જુલાઇ માસમાં શરૂ કરવામાં આવનાર છે. ફિલ્મ આગામી વર્ષે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે.

Previous articleસલમાનના દમદાર ડાયલોગ સાથે ‘ભારત’નું ટ્રેલર રીલીઝ
Next articleયંગસ્ટર્સ બહુ ઝડપથી મેચ્યોર થઇ રહ્યા છેઃ ધવન