યંગસ્ટર્સ બહુ ઝડપથી મેચ્યોર થઇ રહ્યા છેઃ ધવન

641

ભારતીય ટીમના ઓપનર શિખર ધવને બીજી વનડે પહેલા કહ્યું હતું કે ટીમમાં જે રીતે યંગસ્ટર્સ આવીને ઝડપથી મેચ્યોર થઇ રહ્યા છે તે ભારતની બેન્ચ સ્ટ્રેન્થ કેટલી મજબૂત છે તેનું મોટું ઉદાહરણ છે. વર્લ્ડકપના ૧૨ મહિના પહેલા જ પૃથ્વી શોએ વિન્ડીઝ વિરુદ્ધ ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું જયારે શુભમન ગિલને કિવિઝ સામેની સિરીઝ માટે ટીમમાં સ્થાન મળ્યું છે. ધવને કહ્યું કે જે રીતે યંગસ્ટર્સ મેચ્યોર થઈને પોતાને કેરી કરી રહ્યા છે તે ટીમમાં હેલ્થી કોમ્પિટિશન ક્રિએટ કરે છે અને મિડલ ઓર્ડરમાં સ્થાન માટે જોરદાર ટક્કર થઇ શકે છે.

ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં કન્ડિશન્સમાં ખાસ ફર્ક હોતો નથી. મને આની પહેલા પણ અહીંયા રમવાનો અનુભવ છે અને તેથી ખબર છે કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. મેં મારી રમતમાં, ફૂટવર્કમાં કે ટેક્નિકમાં કોઈ પણ ફેરફાર કર્યા નથી અને જો કર્યો હશે તો પણ તમને કહીશ નહીં. જયારે તમે અનુભવી થઇ જાવ છો, ત્યારે એકદમ રિલેક્સ થઈને રમો છો અને પોતાની ઇન્સ્ટિંકટ પર ભરોસો રાખો છો.

આ માઈલસ્ટોન સાબિત કરે છે કે હું કન્સિસ્ટન્ટલી પરફોર્મ કરી રહ્યો છુ. હું ખુશ છુ અને ગ્રેટફુલ પણ છુ કે આ માઈલસ્ટોન અચિવ કરી શક્યો છુ. આગામી સમયમાં ટીમ માટે વધુ રન સ્કોર કરી જીતમાં કન્ટ્રીબ્યુટ કરવાનો ધ્યેય છે.

Previous articleજાન્હવી સાથે કોઇ પ્રકારની સ્પર્ધા નથી : સારાનો ધડાકો
Next articleચહલ, સામા છેડે તું ન હોય ત્યારે તને બહુ મિસ કરૂ છુંઃ કુલદીપ