મેદાન પર રાષ્ટ્રગીત ગાઓ ત્યારે છાતી ગર્વથી ભરાઇ જાય : તેંદુલકર

713

ભારતીય રાષ્ટ્રગીતને આપણા સંવિધાનમાં સામેલ કર્યાના ૬૯ વર્ષ થઇ ગયા છે. જેના માનમાં દર વર્ષે એક કાર્યક્રમમનું આયોજન કરવામાં આવે છે. ગુરુવારે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં પૂર્વ ભારતીય ખેલાડી સચિન તેંડુલકરે પણ આ ખાસ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

આ ખાસ કાર્યક્રમમાં સચિને જણાવ્યું હતું કે તેના જીવનમાં રાષ્ટ્રગીતનું કેટલું મહત્વ છે અને રાષ્ટ્રગીત સાથે જોડાયેલા પોતાના અનુભવ શેર કર્યા હતા. રાષ્ટ્રગીત પ્રતિ સન્માન દર્શાવતા સચિને જણાવ્યું હતું કે જ્યારે દેશના રાષ્ટ્રગીતની વાત આવે છે ત્યારે દુનિયાની બધી જ વસ્તુ પાછળ રહી જાય છે. સાથે જ આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ૨૦૦૩ વિશ્વકપમાં રમાયેલી પાકિસ્તાન વિરુદ્ધ મેચ દરમિયાન પોતાના અનુભવ શેર કર્યા હતા.

૨૦૦૩માં પાકિસ્તાન વિરુદ્ધ રમાયેલી મેચને યાદ કરતા જણાવે છે કે જ્યારે તમે પાકિસ્તાન સાથે મેચ રમી રહ્યા છો અને ૬૦,૦૦૦ જેટલા લોકોથી ભરાયેલા સ્ટેડિયમમાં તમારે મેદાન વચ્ચે ઉભા રહીને રાષ્ટ્રગીત ગાઇ રહ્યા છો. તમે જ્યારે રાષ્ટ્રગીત ગાઇ રહ્યા છો તો તમારું માથું હંમેશાં ઉપર હોય છે, પણ જ્યારે તમે આ મેદાન પરથી રાષ્ટ્રગીત ગાઓ તો તમારી છાતી ગર્વથી ભરાઇ જાય છે.

સચિન સીવાય અન્ય ખેલાડીઓએ રાષ્ટ્રગીતના મહત્વ વિશે વાત કરી હતી. સુનીલ ગાવસ્કર, વાઇચિંગ ભૂટિયા, ધનરાજ પિલ્લૈ, સાનિયા મિર્જાએ પણ આ વિશે વાત કરી હતી. જ્યારે ખેલાડીઓના આ વીડિયોને ટ્‌વીટર પર શેર કરવામાં આવ્યો હતો.

Previous articleચહલ, સામા છેડે તું ન હોય ત્યારે તને બહુ મિસ કરૂ છુંઃ કુલદીપ
Next articleઆજે ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે બીજી વન-ડે