ગાંધીનગર સહિત રાજયભરમાં ૭૦મા પ્રજાસત્તાકપર્વની ઉજવણી

1191

ગાંધીનગર સહિત રાજયભરમાં ૭૦મા પ્રજાસત્તાકપર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. રાજયના પાટનગર ગાંધીનગરમાં ૭૦મા પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉત્સાહપૂર્વક ઉજવણી સેકટર-૧૧, રામકથા મેદાન, ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજયના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી.  નાયબ મુખ્યમંત્રીશ્રીએ સ્વતંત્ર અખંડ ભારતના નિર્માણ અને દેશને આઝાદી અપાવનાર શહીદોને સલામ અને નમન કરવાના આ પવિત્ર દિવસે શ્રઘ્‌ઘાજલિ આપી તેમના ચરણોમાં શ્રઘ્‌ઘાસુમન અર્પણ કર્યા હતા.

આ પ્રસંગે રાજયના નાયબ મુખ્ય મંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે, ભારત દેશને અંગ્રેજોના શાસનમાંથી મુક્ત કરાવવા માટે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલ, ભગતસિંહ, ચંદ્રશેખર અને વીર સાવરકર જેવા અનેક નામી- અનામી સ્વંત્રયવીરોના માર્ગદર્શન હેઠળ બારાડોલી સત્યાગ્રહ, ચંપાનેર સત્યાગ્રહઅને આદિવાસી વિસ્તારમાં થયેલા વિવિધ આંદોલનને યાદ કર્યા હતા. આ આંદોલનમાં દેશના તમામ નાગરિકો જ્ઞાતિ- જાતિનો ભેદ ભૂલી માત્ર દેશમાંથી અંગ્રેજોને હાકી કાઢવાના ધ્યેય સાથે જ આંદોલનમાં જોડાયા હતા.

વધુમાં નાયબ મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ એવા ભારતમાં પ્રજા ચૂંટણીમાં મતદાન કરીને દેશ અને રાજયની શાસનધુરા સંભાળવાનો હક્ક આપે છે. રાજયમાં છેલ્લા ૨૨ વર્ષથી અમારું શાસન ચાલી રહ્યું છે, જે વાત ગુજરાતીઓનો અમારામાં પૂર્ણ ભરસો હોવાનું સ્પષ્ટ કરે છે. તેમજ રાજયમાં કાયદો અને વ્યવસ્થાનું સંચાલન પોલીસકર્મીઓ સુચારું કરી રહ્યાં છે. તો રાજય સરકારના ૬ લાખ જેટલા કર્મયોગીઓ સરકારની વિવિધ યોજનાકીય લાભો સાચા લાભાર્થીઓ સુધી પહોંચાડવાનું ઉમદા કાર્ય કરી રહ્યાં છે.  ગુજરાત રાજયનો આજે સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે. નવમી ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટીમાં ૨૮ હજાર એમ.એા.યુ. થયા છે. આગામી સમયમાં અબજો રૂપિયાનું મૂડી રોકાણ રાજયમાં થશે. આ રાજય સરકારે રાજયના તમામ ગામડાઓમાં શિક્ષણ, આરોગ્ય, વીજળી, રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ આપી છે. આજે રાજયમાં વ્યક્તિ જન્મ ત્યારથી ૧૦૦ વર્ષનો થાય ત્યાં સુધી આરોગ્ય ક્ષેત્રેની વિવિધ યોજનાઓ કાર્યરત છે. રાજય સરકારે યુવાનો માટે સારા શિક્ષણ માટેની અનેક શાળા-કોલેજા અને યુનિવર્સીટી રાજયમાં કાર્યરત કર્યા છે. યુવાનોને રોજગાર મળી રહે તે દિશામાં પણ રાજય સરકારના સુચારું આયોજનની વાત કરી હતી.

Previous articleપાલનપુરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સ્ટંટ દરમિયાન બાઈક સ્લીપ થતા ૮ ઘવાયા
Next articleહાર્દિકે નાનપણની મિત્ર કિંજલ સાથે પાડ્યા પ્રભુતામાં પગલા