જીતુ વાઘાણીના વાણી વિલાસનો પાટનગરમાં મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ

574

જીતુ વાઘાણીએ કરેલા ઉચચારણો બદલ કોંગ્રેસે રાજયના પાટનગરમાં જીતુ વાઘાણી સામે બેનર તથા સુત્રોચ્ચાર દ્વારા જોરદાર વિરોધ નોંધાવ્યો હતો.

આજે મોટી સંખ્યામાં મહિલાઓએ કોંગ્રેસના પ્રદેશ મહિલા ઉપપ્રમુખ ગીતાબેન પટેલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરી સંસ્કૃતિની વાતો કરવી છે ને બીજી તરફ જીભ પર કાબુ નથી. ગમે તેવા ઉચ્ચારોને બંધ કરવાનું બહેનોએ જણાવ્યું હતું.

ચાપલુસીની પણ એક હદ હોય છે. તેવું જણાવતાં તેઓ કહી રહ્યા હતા કે સારા પદ માટે સંસ્કાર ન ભુલવા જોઈએ. આમ જીતુ વાઘાણીનો સખત વિરોધ સાથે જીતુ વાઘાણી માફી માંગે જેવા બેનરો દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઠેર ઠેર જીતુ વાઘાણીના વિધાનોની ટીકા થઈ રહી છે. ત્યારે કોંગ્રેસ આ મુદ્દે જીતું વાઘાણીના વિરોધ માટે મકકમ બની છે.

Previous articlePM મોદીને બદલે સુરતીઓએ બ્રિજનું કરી નાંખ્યું લોકાર્પણ
Next articleલોકસભા માટે ભાજપમાંમ ધમધમાટ  પચાસ ટકાથી વધુની ટીકીટો કપાશે