પહેલું સુખ પામવાની પાયાની પાણીદાર વાતો

956

પહેલું સુખ તે જાતે નર્યા (અથવા નિરોગી જીવન) કહેવતનો વિરોધ કરેત ેવો કોઈ માનવી હોઈ શકે નહીં. કદાચ વિરોધ કરે તો તે માનવી હોઈશ કે નહીં. આરોગ્યનું આટલું મહત્વ હોવા છતા તે મેળવવા બાબત માનવી ઘણો બેદરકાર છે. તે હક્કિત પણ સ્વીકારવી જ રહી. આ બેદકારી પાછળ આરોગ્ય માટેની પાયાની વાતોની જાણકારીનો અભાવ પણ એક પરિબળ છે. ઉપરાંત આપણી આળસ, દ્રઢ મનોબળનો અભાવ વગેરે પરિબળો પણ ખરા. રોગ થાય ત્યારે સારવાર કરવી તેના કરતા રોગ ન જ થાય તે માટે પ્રયત્નો કરવા તે વધુ સારૂ છે. પ્રિવેન્શન ઈઝ બેટર ઘેન કયોર. આ ઉક્તિ ઘણા લોકો જાણે છે. પરંતુ જયારે અમલમાં મૂકવાની વાત આવે ત્યારે આપણે પાછા પડીએ છીએ. રસીકરણ (વેકસીનેશન)થી ઘણાં રોગો અટકાવી શકાય છે, તે મોટા ભાગના લોકો હજુ પણ આપણાં દેશમાં જાણતા નથી. જાણે છે તો આ વાતને દીલથી માનતા કે સ્વીકારતા નથી. ભણેલા લોકો આ વાત સ્વીકારે છે. તેમાના ઘણા આળસમાં રહે છે. રસીકરણમાં થોડા રૂપિયાનો ખર્ચ આવે, જયારે તેના અભાવે થતાં રોગોની સારવારમાં ખર્ચ ખુબ જ મોટો થાય છે અને પીડા ભયંકર થાય છે. આમ, આપણે ગુજરાતીઓ, વેપારી પ્રજા હોવા છતાં એક રૂપિયો બચાવવા પાછળ હજાર રૂપિયા ગુમાવવાનો ખોટનો ધંધો કરીયે છીએ. (આરોગ્ય બાબતમાં જ.)

કોઈ તમાકુ ચાવે, તેને સલાહ આપીએ કે ભાઈ કેન્સર થશે, બીજા અનેક રોગો થશે. તો  કહે છે. છૂટતી નથી…. હકિકતમાં દ્રઢ મનોબળ હોતું નથી. બીજી દલીલ કરશે. તમાકુથી જારા મજા આવે છે. હું તો કહુ પણ ખરો…. કે આ જરા મજા પાછળ મોટી સજા થશે તેનું શું ? આપણે આમ નાના નાના સુખ અને નાની નાની મજા માટે મોટુ સુખ, સાચી મજા, પહેલું સુખ વગેરે ગુમાવીએ છીએ…ઘણા કહે છે આવી માથાકુટ કોણ કરે ? રોગ થશે ત્યારે જોયું જશે! આવી શાહમૃગવૃત્તિ શિક્ષિતોમાં પણ જોવા મળે છે.

આરોગ્યના સામાન્ય નિયમો (૧) યોગ્ય આહાર (ર) યોગ્ય કસરતો (૩) પુરતી ઉંઘ (૪) વ્યસન મુક્તિ (પ) સ્વ્ચ્છતા (ખોરાક પાણી, હવા, શરીર, કપડા, વગેરે દરેક પર્યાવરણની) (૬) આરોગ્ય બાબતની સામાન્ય જાણકારીમ ેળવીને યોગ્ય અમલ રવો. (૭) સદ્દ વિચાર, સદાચાર તથા ધર્મનું સમજ પુર્વકનું પાલન કરવું. (૮) રોગ અટકાવવાના યોગ્ય પગલા લેવા. (૯) રોગની શરૂઆતમાં જ તેનો ઉપાય કરવો વગેરે.

આપણે આપણી જાતને જ પુછીએ કે પૈસો, પ્રતિષ્ઠા તથા પદ મેળવવા માટે કેટલા પ્રયતનો કરીએ છીએ ? દરરોજ સરેરાશ ૪-૬ કલાક કામ આપણે સૌ ધન મેળવવા કરીએ છીએ. જેથી જીવન નિર્વાહ થાય. આ ઘન પહેલું સુખ નથીએ પણ સ્વીકારીએ છીએ. ઉલ્ટાનું વધુ પડતું ધન ઘણીવાર દુઃખનું મુળ પણ બને છે. જર, જમીન, જોરૂ….. વગેરે… વગેરે.. બધાને ખબર છે.

આરોગ્ય વિષેની આવી કોઈ વિરોધી કહેવત ખબર છે ? મને તો ખબર નથી. આમ, આટલુ બધુ મહત્વ આરોગ્યનું છે. આરોગ્ય વિના ધન, સત્તા તથા પદનો ઉપયોગ (કે ઉપભોગ) પણ શકય નથી.  આરોગ્ય વિના ધન, સત્તા તથા પદનો ઉપયોગ (કે ઉપભોગ) પણ શકય નથી. આરોગ્ય બાબત, નિરોગી જીવન બાબત આપણે આળસ ત્યાગી આરોગ્ય જાગૃતિની મશાલ જલાવીને, તેમાં હરહંમેશ તેલ પુરતાં રહીએ અને નિરોગી જીવનનો પ્રકાશ સતત મેળવતા રહીએ. અન્યને આ પ્રકાર પહોંચાડતા રહીએ. રોજબરોજ આરોગ્યની વાતો વાંચતા અને વાગોળતા રહી અમલમાં મુકતા રહીએ.. ારોગ્યની વાતોનો રોજબરોજ અમલ કરવાનો દ્રઢ સંકલ્પ કરીએ.

 

અચંબામાં નાખી દે તેવી નવી શોધો

એક દશકા પછી કૃત્રિમ અવયવોનું સ્થાન અને કાર્ય રોબોટીક અંગ લઈ લેશે. હવે તૈયાર થનારા કૃત્રિમ અંગો કપાયેલી ગરોળીની પુંછડીની માફક વિકાસ પામશે. દા.ત. કુત્રિમ ઘૂંટણપર એવા પદાર્થોનું આવરણ મુકાશે જે હાડકાના વિકાસને ઉત્તેજન અર્પે. (૧૯૯૭)

સાનડીએશો (કેલીર્ફોનીય) ખાતે ડો. હેન્સબ્રોએ ચામડીના કોષો જેવા ફાયબ્રોબ્લાસ્ટ અને કેરેટોનીસાઈટમાંથી નવી ચામડી તૈયાર કરી છે. આવા થોડાં કોષો ૩ સપ્તાહમાં જૈવીક વિઘટન પામી શકે એવી પોલીમરની જાળી પર આખા શરીરને આવરી લે એટલી ચામડી બનાવવાની પધ્ધતિ વિકસાવવાનો ડો. હેન્સબ્રોનો દાવો છે. (૧૯૯૬)

થોડા વર્ષો પહેલા સ્પેસમેકર (હૃદયને ધબકતું રાખી કૃત્રિમ બેટરી), કૃત્રિમ હાડકાના થાપા, આંગળીઓ તથા જેના વડે દોડી શકાય તેવા પગ વગેરે કલ્પના અને નવાઈનો વિષય  હતો. આજે ઉપરોકત વાત સામાન્ય બની ગઈ છે. (અલબત્ત અમુક લોકો માટે), આવતા દાયકામાં સિન્થેટીક બ્લડ (કૃત્રિમ લોહી), સિન્થેટીક જ્ઞાનંતુતઓ, પ્લાસ્ટીકના ફેફસા, ઈલેકટ્રોનીક આંખ, પ્લાસ્ટીકનો મૂત્રાશય માર્ગ, ઈલેકટ્રોનકી હાથ તથા પગ તૈયાર મળતા હોય તો નવાઈ નહીં. (૧૯૯૬) ડોકટરો તથા ઈજેનરોના સંયુકત પ્રયાસ રૂપે શરીરમાં બેસાડેલ કોમ્પ્યુટર દ્વારા જુદાં જુદાં કૃત્રિમ અવયવો પાસેથી ધાર્યુ કામ કરાવી શકાશે.

Previous articleઈન્ટરનેશનલ યોગ સ્પર્ધામાં ફાતેમાં હિરાણીને બીજો રેન્ક
Next articleભુલતાં ભાંગે ભીડ