ભારત વિરુદ્ધ ટી૨૦ સિરીઝ માટે ન્યૂઝીલેન્ડ ટીમ જાહેર, બોલ્ટને આરામ

776

ન્યૂઝીલેન્ડ ક્રિકેટે ભારત વિરુદ્ધ ૬ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ત્રણ મેચોની ટી૨૦ સિરીઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ન્યૂઝીલેન્ડે બે નવા ખેલાડીઓ ઓલરાઉન્ડર ડેરિલ મિશેલ અને ફાસ્ટ બોલર બ્લેયર ટિકનેરને ટીમમાં સ્થાન આપ્યું છે. કેન વિલિયમસન ટીમનું નેતૃત્વ કરશે. જે શ્રીલંકા સામેની ટી૨૦ શ્રેણીમાંથી બહાર હતો. ન્યૂઝીલેન્ડ ક્રિકેટે એક નિવેદનમાં જણાવ્યું કે, ડગ બ્રાસવેલને ઈજાગ્રસ્ત જિમ્મી નિશામના સ્થાને ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો, તેણે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. ભારતીય ટીમની કમાન રોહિતના હાથમાં રહેશે કારણ કે વિરાટને આરામ આપવામાં આવ્યો છે. મિશલ અને ટિકનેરને ન્યૂઝીલેન્ડની ડોમેસ્ટિલ ટી૨૦ લીગ સુપર સ્મૈશમાં સારા પ્રદર્શનનું ઈનામ મળ્યું છે. ત્રણ મેચોની સિરીઝ દરમિયાન બંન્ને દેશોની મહિલા ટીમોના મેચ પણ સમાન પિચ પર રમાશે.

ન્યૂઝીલેન્ડની ટીમ આ સમયે ભારત વિરુદ્ધ વનડે સિરીઝમાં પોતાના ખેલાડીઓના, ખાસ કરીને બેટ્‌સમેનોના ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહી છે. તેના બોલરોએ વનડે સિરીઝમાં ખરાબ પ્રદર્શન કર્યું નથી, પરંતુ તે ટીમ ઈન્ડિયા પર દબાવ બનાવવામાં નિષ્ફળ રહ્યાં છે.

ન્યૂઝીલેન્ડ ટીમઃ

કેન વિલિયમસન (કેપ્ટન), ડગ બ્રાસવેલ, કોલિન ડિ ગ્રાન્ડહોમે, લોકી ફર્ગ્યુસન, માર્ટિન ગુપ્ટિલ, સ્કાટ કે, ડેરિલ મિશેલ, કોલિન મુનરો, મિશેલ સેન્ટનર, ટિમ સેઇફર્ટ, ઈશ સોઢી, ટિમ સાઉદી, રોસ ટેલર, બ્લેયર ટિકનેર.

Previous article૨૦૧૫ના વર્લ્ડકપ પછી ટીમ ઇન્ડિયાનો વનડેમાં સક્સેસ રેટ ૬૭%
Next articleઆજે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ચોથી વનડે