બરવાળામાં અનુ. જાતિના લોકોને પ્લોટ ફાળવવા આવેદનપત્ર આવ્યું

608

બરવાળા મુકામે અનુસૂચિત જાતિના પ્લોટવિહોણા કુટુંબો દ્વારા પ્લોટની ફાળવણી કરવા બાબતે કે.એસ.નીનામા (મામલતદાર-બરવાળા) ને આવેદનપત્ર પાઠવી પ્લોટ ફાળવવા માંગ કરવામાં આવી હતી જેમાં ચિરાગભાઈ મુંધવા, ડુંગરભાઈ સોલંકી,તુષારભાઈ ચાવડા, પંકજભાઈ સોલંકી સહિતના અનુસુચિત જાતિના આગેવાનો તેમજ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

બરવાળા શહેરી વિસ્તારમાં અનુસૂચિતજાતિનાં ૩૧૨ જેટલા પ્લોટ વિહોણા પરિવારજનોને સરકારની પ્લોટ આપવા બાબતની યોજના અન્વયે પ્લોટ ફાળવવા બાબતે તા.૨૮-૧-૨૦૧૯ નાં રોજ સવારે ૧૧-૩૦ કલાકે બરવાળા મામલતદાર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોચી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.તેમજ આગેવાનો દ્વારા બરવાળા શહેરી વિસ્તારનાં ૩૧૨ જેટલા પ્લોટ વિહોણા પરિવારજનોને સરકારની પ્લોટ ફાળવવા અંગેની યોજના અંતર્ગત પ્લોટ ફાળવવા માંગ કરવામાં આવી હતી અને પ્લોટ ફાળવવા બાબતે ૨૦ દિવસની અંદર કાર્યવાહી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો અન્યથા બરવાળા અનુસૂચિતજાતિનાં લોકો દ્વારા નાં છુટકે ગાંધીચિંધ્યા માર્ગે સામૂહિક ભુખ હડતાળ ઉપર ઉતારવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

Previous articleબોટાદના સવગણનગરમાંથી ઈંગ્લીશ દારૂ સાથે એક ઝબ્બે
Next articleદામનગર રેલતંત્રનો વિચિત્ર નિર્ણય કર્મીએ આપઘાત કરતા ફાટક બંધ કર્યુ