ગૌતમ ગંભીરે વિશ્વ કપ માટે અશ્વિનને લેવા કર્યો આગ્રહ

792

ભારતના પૂર્વ બેટ્‌સમેન ગૌતમ ગંભીરે વર્લ્ડ કપ માટે સ્ટાર ઓફ સ્પિનરરવિચંદ્રન અશ્વિનનું સમર્થન કરતા જણાવ્યું છે કે તેમનો અનુભવ ટુર્નામેન્ટમાં ટીમના કામમાં આવશે. ૨૦૧૧ વર્લ્ડ કપ ફાઇનલના હીરો રહેલ ગંભીરે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસની જાહેરાત કરી હતી. અશ્વિન આ સમયે મર્યાદિત ઓવરની ક્રિકેટથી ભારતીય ટીમથી બહાર છે.

સ્પિનર યુજવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ મર્યાદિત ઓવરની ક્રિકેટમાં ભારતના મુખ્ય સ્પિનરની ભૂમિકા નિભાવી રહ્યાં છે. ગંભીરે કહ્યું, કે ‘વિશ્વ કપ માટે તેમના નામ પર વિચાર કરવો જોઈએ, કારણ કે તે એક મુખ્ય સ્પિનર છે, જેના નામે ટેસ્ટમાં ૩૦૦ વિકેટ છે.’

તેમજ તેમણે પણ કહ્યું કે, કુલદિપ યાદવ અને યુજવેન્દ્ર ચહલની જગ્યાએ કોઈને સામેલ કરવું હોય તો તે અશ્વિનને પસંદ કરશે. દિલ્હીના ભૂતપૂર્વ કેપ્ટને કહ્યું, ‘તેઓ પાસે એક સરસ અનુભવ છે અને તેઓએ કેટલીય ટુર્નામેન્ટ જીતવામાં અગત્યનો ફાળો આપ્યો છે. તેથી મારું માનવું છે કે તેમનો અનુભવ ટીમના કામમાં આવશે. ‘અશ્વિન, ભારતીય વનડે ટીમમાંથી ૨૦૧૭થી બહાર છે.

Previous articleમિતાલી રાજ ૨૦૦ વનડે રમનારી પ્રથમ મહિલા ક્રિકેટર
Next articleકોહલીની કેપ્ટનશિપમાં ટીમ વર્લ્ડકપ માટે પ્રબળ દાવેદાર : દ્રવિડ