કોહલીની કેપ્ટનશિપમાં ટીમ વર્લ્ડકપ માટે પ્રબળ દાવેદાર : દ્રવિડ

788

ભારતની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડને વિશ્વાસ છે કે, વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ભારતીય ક્રિકેટ ટીમ આગામી કેટલાક મહિનામાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને વર્લ્ડકપની પ્રબળ દાવેદાર બની જશે. ભારતે સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વિદેશી જમીન પર ત્રણ વન-ડે સીરીઝ જીતી છે. જેથી ૩૦ મેથી શરૂ થનારા વર્લ્ડકપમાં સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે.

ટીમ ઇન્ડિયા ૨૦૧૯ વર્લ્ડકપમાં ૫ જૂને દક્ષિણ આફ્રિકા સામે પોતાની શરૂઆત કરશે અને પોતાની લીગ મેચ છ અલગ અલગ મેદાનમાં રમશે. તેની પહેલી ટક્કર આફ્રિકા સાથે સાઉથેપ્ટનના હૈંપશાયરમાં થશે.

ભારતની ટીમની બીજી ટક્કર ૯ જૂને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ઓવલ ખાતે થશે. આ સિવાય ભારત ૧૩ જૂને ન્યૂઝીલેન્ડ સાથે નોટિંઘમમાં, ૧૬ જૂને પાકિસ્તાન સાથે મેન્ચેસ્ટરમાં, ૨૨ જૂને અફઘાનિસ્તાન સાથે સાઉથેમ્પ્ટનમાં, ૨૭ જૂને વેસ્ટ ઇન્ડિઝ સાથે મેન્ચેસ્ટરમાં, ૩૦ જૂને ઇંગ્લેન્ડ સાથે બર્મિંઘમમાં, ૨ જુલાઈએ બાંગ્લાદેશ સાથે બર્મિઘમમાં અને ૬ જુલાઈએ શ્રીલંકા સાથે લીડ્‌સમાં રમશે.

રાહુલ દ્વવિડે પત્રકારોને કહ્યું છે કે મને લાગે છે કે, ભારતીય ટીમ અત્યારે શાનદાર ક્રિકેટ રમી રહી છે અને ટાઈટલ માટે હોટ ફેવરિટ ટીમ છે. આશા છે કે, આગામી કેટલાક સમયમાં આપણે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીશું.

ઈંગ્લેન્ડમાં ૧૯૯૯ વર્લ્ડકપમાં સૌથી વધુ ૪૬૧ રન બનાવનારા રાહુલ દ્રવિડનું માનવું છે કે, આ વર્લ્ડકપમાં તેની તુલના ન થવી જોઈએ. તેણે કહ્યું હતું કે ઈંગ્લેન્ડમાં પિચ સપાટ હશે અને વર્લ્ડ કપમાં ખૂબ રન બનશે. જ્યારે અમે એ ટીમ લઈને ઈંગ્લેન્ડ ગયા હતા ત્યારે નિયમિતપણે ૩૦૦ રન બનતા હતા.

Previous articleગૌતમ ગંભીરે વિશ્વ કપ માટે અશ્વિનને લેવા કર્યો આગ્રહ
Next articleન્યુઝીલેન્ડ સામે ભારતીય મહિલા ટીમ મેચ હારી, સીરીઝ જીત્યુ