મહાત્મા મંદિર ખાતે વિદેશની પ્રતિષ્ઠિત યુનિ. સાથે મેગાફેર

964

સ્ટોર્મ ઓવરસીઝ અને કાનન ઈન્ટરનેશનલ દ્વારા મહાત્મા મંદિર ખાતે આજે ગાંધીનગરમાં મેગા એજયુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બન્ને સંસ્થાઓના સતત પ્રયત્નોથી કેનેડા અને યુ.એસ.એ.ની પ૦થી વધુ પ્રતિષ્ઠીત કોલેજો અને યુનિવર્સિટીના પ્રતીનિધિઓ દ્વારા વધુ અભ્યાસ અર્થે વિદેશ જવા ઈચ્છુક વિદ્યાર્થીઓને એક જ જગ્યાએ વિનામુલ્યે સંપુર્ણ માર્ગદર્શન પુરૂ પાડયવામાં આવ્યું છે.

આ એજયુકેશન ફેરમાં વિદ્યાર્થીઓને એડમીશન પ્રક્રિયા, શિષ્યવૃત્તિની તકો અને નવા અભ્યાસક્રમો વિષે કોલેજો અને યુનિવર્સિટીઓએ સચોટ માર્ગદર્શન પુરૂ પાડ્યું છે. અહીંયા વિદ્યાર્થીઓને કોલેજ અને યુનિવર્સ્ટીના પ્રતિનિધિઓ સાથે રૂબરૂ બેસવાની તક મળી છે.

આજના સમયમાં દરેક માં-બાપને પોતાના બાળકની કારર્કીદીની ખુબ જ ચિંતા હોય છે. અને એ કારર્કિદી કેનેડા અને યુ.એસ.એ.માં ઉચ્ચઅભ્યાસ દ્વારા કઈ રીતે સરળ બનાવી શકાય એ અહીંયા કેનેડા/ યુ.એસ.એ. ફેર દ્વારા સ્ટોર્મ ઓવરસીઝ અને કાનન ઈન્ટરનેશનલે ઘર આંગણે પુરી પાડી છે, જે અભિનંદને પાત્ર છે. તેઓ ગુજરાતના વિદ્યાર્થીઓના હિતમાં અવિરત પ્રવૃતતિ કરતા રહે તે બદલ શુભેચ્છા પાઠવે છે.  સરકાર દ્વારા બીન-અનામત આયોગ તરફથી વિદેશ અભ્યાસ અર્થે ૧પ લાખની એજયુકેશન લોન આપવામાં આવે છે, અને સમાજ કલ્યાણ વિભાગ દ્વારા બક્ષીપંચ માટે પણ વિદેશ અભ્યાસ અર્થે ૧પ લાખની એજયુકેશન લોન આપવામાં આવે છે.

Previous article૪ ફેબ્રુ.થી દેશમાં દોડશે વંદે માતરમ એક્સપ્રેસ, હશે દેશની સૌથી ઝડપી ટ્રેન
Next articleરાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન તળે નિકળેલી રેલી