ભાવનગરઃ ડુગળીના ભાવો ઘટતા ખેડૂતોની સ્થિતી દયનીય, સરકાર પાસે સહાયની માંગ

975

ભાવનગર જીલ્લો ડુંગળીમાં વાવેતર શિયાળામાં વધુ કરતો હોઈ છે આમ તો જીલ્લો દેશનો બીજો એવો છે કે જ્યાં સૌથી વધું ડુંગળીનું વાવેતર થાય છે. પણ અફ્‌સોસની વાત એ છે કે ખેડૂતને ભાવ માટે હમેશા પોતાનું નુકશાન સહન કરવું પડે છે. છેલ્લા ઘણા વર્ષોથી ભાવો મળતા નથી અને ખેડૂત યાર્ડમાં લાવે ત્યારે ક્યાંક અચકાતો અચકાતો ડુંગળી લઈને આવે છે કે તેને આર્થિક નુકશાન સહન કરવાનું છે. હાલ ભાવનગર યાર્ડમાં રોજની ૫૦ હજારથી વધુ ગુણીની આવક છે. અને ભાવ આજે ૨૦ થી લઈને ૭૦માં જઈને અટકયા છે ખેડૂત માને છે. કે હવે સરકાર સહાય નહી આપે તો આત્મહત્યા સિવાય કોઈ રસ્તો નથી તો યાર્ડનું તંત્ર પણ ખેડૂત ની દશાને સમજીને સરકારને સમજવા ઈશારો કરી રહ્યું છે.

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં હાલ ડુંગળીની આવક ફૂલ બહારમાં છે પરંતુ ખેડૂતની હાલત ભાવનગર જીલ્લો પુના બાદ ગુજરાતનો પ્રથમ એવો જીલ્લો છે કે જે ડુંગળી પકવવામાં અગ્રેસર છે. પરંતુ સ્થિતિ એવી છે કે, ૨૦૧૬થી ખેડૂતો ડુંગળીમાં રડી રહ્યા છે. ૨૦૧૬મા ભાવ ગગડી જતા સરકારે કિલોએ એક રૂપિયો એટલે એક ગુણીએ ૫૦ રૂપિયાની જાહેરાત કરી હતી. જેમાં મહુવા સિવાયના પાલીતાણા, ભાવનગર અને તળાજાના ખેડૂતોને સહાયનો લાભ મળ્યો નહી સરકારે યાર્ડ દ્વારા ગેટપાસ નહી અપાતા હોવાના પગલે સહાય આપી નહી હવે ખેડૂતોની દશા આજે ફરી ૨૦૧૯માં ભાવો ૨૦ રૂપિયા સુધી તળિયે આવી ગયા છે.

ખેડૂતોએ માંગ કરી છે કે સરકાર જાગે અને ખેડૂતો માટે ૧૫૦ રૂપિયા કિલોએ નિશ્ચિત કરવામાં આવે અએજ ભાવ ૨૦થી લઈને ૭૦ સુધીમાં સમેટાઈ ગયા છે. ખેડૂતોને પડતર ૧૫૦માં પડે છે. વાવેતર માટે ખેડૂતો લોન લઈ રહ્યા છે અને યાર્ડમાં ફાયદો થવાને બદલે ઘરના ખીચ્ચાના પૈસા જતા ખેડૂતને આત્મહત્યા કરવાનો સમય આવ્યો છે. છેલ્લા અઠવાડિયાથી ભાવ ૧૦૦ની નીચે ગયા અને આજે ધીરે ધીરે હલકી ગુણવત્તાની ડુંગળી ૨૦ રૂપિયે મણ અને સારામાં સારી ડુંગળી આજે ૭૦ રૂપિયે મણ પોહચી ગઈ છે. ખેડૂત વચેટીયાઓને હટાવી શકી નથી અને ખેડૂતોને દાઝ્‌યા પર દામ જેવી સ્થિતિમાં સરકાર સામે જોતી નથી જેથી આત્મહત્યા કરવી પડે તેવી સ્થિતિ સર્જાય હોવાનો બળાપો ખેડૂતો કાઢી રહ્યા છે.

ડુંગળીનું વાવેતર સમગ્ર જીલ્લામાં સૌથી વધુ હોઈ છે શિયાળામાં ૩૦ હજારથી વધુ હેકટરમાં ડુંગળીનું વાવેતર થાય છે ખેડૂત બિયારણ ૫૦૦ થી લઈને ૧૨૦૦ સુધીના ખરીદે છે. ત્યાર બાદ ડુંગળીનું બિયારણ સોપીને ખેડૂત છ મહિના સુધી ડુંગળી પાકે નહી ત્યાં સુધી સાળ સંભાળ લેતો હોઈ છે. ટ્રેક્ટરથી ડીઝલ બાળીને ખેતર ખેડે છે અને મોંઘા ભાવના બિયારણ અને બાદમાં હજારો રૂપિયાની દવાનો છટકાવ કરે છે. બાદમાં ડુંગળી પાકે ત્યારે ખેતમજુરી માટે પણ મણએ ૧૦૦થી વધુ કિંમત ચુકવે છે.

૨૮ રૂપિયાનો કોથળો એક ખેડૂતોને પડે છે અને યાર્ડમ પણ મજુરી કિલોએ ૫૦ પૈસાથી લઈને દોઢ રૂપિયા સુધી ચુકવે છે યાર્ડમ છેલ્લા ત્રણ વર્ષમાં આંકડા પર નજર કરો તો ૧૦૫થી લઈને ૧૭૦ સુધી ભાવ રહ્યા હતા. જયારે નીચે ભાવ ગગડ્‌યા નથી પણ હવે ૨૦૧૯માં ખેડૂતને રોડ પર ફેકવાની સ્થિતિ આવી છે. કારણ કે, યાર્ડમ મબલખ પાક થતા રોજની ૫૦ હજારથી વધુ ગુણી આવી રહી છે. ત્યારે ભાવો ગગડવાને પગલે યાર્ડનું તંત્ર પણ ખેડૂત નુકશાનમાં હોવાનું સ્વીકારે છે. અને છેલ્લા ત્રણ વરસથી ભાવ ખેડૂતોને ૨૦૦ ઉપર પૂરતા મળ્યા નથી. ત્યારે હવે ભાવ સારી ગુણવતા ખાવા લાયક ડુંગળી માધ્યમ ૪૦ રૂપિયા છે. આવી સ્થિતિમાં ખેડૂતનો રોષ વ્યાજબી છે.

Previous articleરાજયમાં સ્વાઈનફલૂથી ૮ના મોત : ૪૨થી વધુ નવા કેસ
Next articleઆશાબેન પટેલે મતદારો, પ્રજા અને પક્ષ સાથે દ્રોહ કર્યાઃ અમિત ચાવડા