મંગળના મેષ પરિભ્રમણનું રાશિવાર ફળદર્શન

1191

તા. ૦૩-૦ર-ર૦૧૯ તા. રર-૦૩-૧૯ દરમિયાન ક્રાંતિકારી લડાયક અને સમસ્ત ગ્રહ મંડળના સેનાપતિ મંગળનું પરિભ્રમણ મેષ રાશિમાં થશે. આ પરિભ્રમણ દેશ અને દુનિયા માટે અશાંતિ અને પ્રતિકુળતાજનક બની રહેશે. જે ખાસ કરીને આગ અકસ્માત આતંકવાદનો ત્રાસ, દેશના અગ્રગણ્ય કોઈ નેતા માટે ભય, આરોગ્યની પ્રતિકુળતા, હવામાનમાં અકલ્પિત પરિવર્તનો, વાહન-ટ્રેનના અકસ્માતો, ધરતીકંપ, કુદરતી દુર્ઘટનાઓ તેમજ મોટા ષડયંત્રો- કૌભાંડોના પર્દાફાશ, તથા લોકોના જાનમાલની હાનિનું સુચન કરે છે. દરમિયાનમાં મંગળનું આ મેષ પરિભ્રમણ કઈ રાશિ ઉપર શું પ્રભાવ પાડશે તેની આજે ચર્ચા કરીે લઈએ.
૧. મેષ (અ-લ-ઈ) : મસ્તક પીડા, ચામડી, ગરમી, પિત્તના ઉપદ્રવ, તાત્કાલિક નિર્ણયો, સ્વભાવમાં અતિ ઉગ્રતા ઉશ્કરાટ, લોહિવિકાર, સ્વજનોને વિયોગ તેમજ સાહસિક આયોજનોમાં લાભ.
ર. વૃષ (બ-વ-ઉ) : પરિતા, ચિંતા, અકસ્માતોની દહેશત ગરમીના રોગોપદ્રવથી પીડા, આંખોની ફરિયાદ, અધિક ખર્ચ, જીવન સાથીનો આરોગ્યમાં ગડબડ, તથા વિદેશગમનના મામલે સાનુકુળતા.
૩. મિથુન (ક-છ-ધ) : સફળતા, યશ લાભ, કાર્યસિદ્ધિ, માંદગીમાંથી છુટકાો, શત્રું ઉપર વર્ચસ્વ, વડિલ ભ્રાતુવર્ગ સાથે વિચારભેદ.
૪ કર્ક (ડ-હ) : નોકરી ધંધાના પોતાના કાર્યક્ષેત્રમાં લાભ – ઉન્નતિ, બઢતી- પ્રમોશન, વ્યાપાર કારોબારમાં લાભદાયી તકો, હૃદય કે છાતીમાં પીડા, પિતા માટે થોડો ચિંતકારી સમય.
પ સિંહ (મ-ટ) : શક્તિનો હ્રાસ, નાદુરસ્તી- પરાજય – પીછેહઠ – આત્મશ્રધ્ધા ઓછી થાય તેવી ઘટનાઓ, માતાના આરોગ્યમાં તકલીફ, અગર તેની સાથે વિવાદ.
૬ કન્યા : (પ-ઠ-ણ) : સંયુકત પરિવારમાં વિદા, કલહ, ભાતૃવર્ગ સાથે મંતાતર, ઝગડા, આવેશ તથા વાણીની કડવાશ ઉપર નિય્ત્રણ તથા અંગત આરોગ્યની બાબતમાં વિશેષ તકેદારી રાખવા જેવો સમય.
૭ તુલ (ર-ત) બિઝનેસ તથા નવા ભાગીદારી – કાર્યોમાં સફળતા, જીવન સાથીને પીડા, માતા મહી કે પિતામહને તકલીફ.
૮ વૃશ્વિક (ન-ય) : કાર્ય સિદ્ધિ દ્રવ્ય પ્રાપ્તિ, મોસાળ માટે ચિંતાકારી, હરિફને શત્રું વર્ગ ઉપર વિજય તથા વર્ચસ્વ પગની તકલીફ.
૯ ધન (ભ-ધ-ફ) : લીવર, આંતરડા, હોજરી, પીઠ સંબંધિત ફરિયાદો તથા ઉપદ્રવ, વડિલ ભ્રાતુવર્ગ માટે ચિંતાકારી, સંતાન વર્ગને સમસ્યાઓ યા સંતાન સંબંધિત ગુપ્ત ચિંતા – પરિતાપ
૧૦ મકર (ખ-જ) : હૃદય પીડા, વેદના ઉદ્વેગ, ચિંતા, આડોશ – પાડોશ કે ભ્રાુતવર્ગ જોડ મનદુઃખ થાય. વાદ વિવાદને દલીલબાજી ટાળવા.
૧૧ કુંભ (ગ-શ-સ) ઉત્સાહ સ્ફુર્તિ, આત્મ વિશ્વામસાં વૃધ્ધિ નવા સાહસિક આયોજનો કાર્ય સિદ્ધિ, કાનની પીડા
૧ર મીન (દ-ચ-જ-ય) દ્રવ્યચિંતા, માનહાનિ, અપયશની દહેશત, આંખ – કાન- ગળાની તકલીફ, સ્વભાવની ઉગ્રતા કે વાણીની કટુતા ઉપર અંકુશ આવશ્યક.
અંગત મુંઝવણ કે સમસ્યાઓના સમાધાન માટે વાચક ભાઈ-બહેનો મો.નં. ૯૮૯૮૪૦૯૭૧૧ તથા ૯૪ર૮૩૯૬૩૩૬ ઉપર જરૂર સંપર્ક કરવો.

Previous articleઅમેરિકા : એડમિશન કૌભાંડમાં ૧૨૯ ભારતીય વિદ્યાર્થીની ધરપકડ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે