સાજણ પ્રિતની જગમાં થાશે જીત ગુજરાતી ફિલ્મને મળતી સફળતા

1621

છેલ્લા ચાર સપ્તાહથી ગુજરાતમાં ધૂમ મચાવી રહેલી અને આ વર્ષની સફળ ફિલ્મ બનેલ  કંડોલીયા ફિલ્મ (ભાવનગર) ના પારિવારિક પ્રેમ કથા અને કર્ણ પ્રિય સંગીત થી મઢેલા ગુજરાતી ફિલ્મ ” સાજણ પ્રીતની જગના થાશે જીત” એ  લાંબા સમય પછી દર્શકો ની પસન્દ બની સિનેમા હોલ માં લાંબી કતારો સાથે લોકો ને ગમી છે.છેલ્લા કેટલાક સમયથી આ ફિલ્મના ગીતોએ ગુજરાતી ઓને એવું તો ઘેલું લગાડ્યું છે કે લાખો ચાહકોની વાહ વાહ મેળવી છે.

ભાવનગર ના કંડોલીયા ફિલ્મ્સ અને નિર્માતા હર્ષદ કંડોલીયા, અનમોલ શાહની ટીમે ગુજરાતી ફિલ્મોમાં વર્ષો પછી ફિલ્મ ચાલકોને આફ્રિન બોલવા મજબૂર કરે તેવા સંવાદો, દ્રશ્યો અને સંગીત સાથેનું એક નવલું નજરાણું આપ્યું છે. આ ફિલ્મના  નિર્માતા,  દિગ્દર્શક,લેખક, ગીતકાર, સંવાદ લેખક, કલાકાર, પીઆરઓ સહિતની મોટાભાગની ટિમ ભાવનગરની છે.આ ટીમે આ પહેલા ’કેમ રે ભૂલાય સાજણ તારી પ્રિત’ જેવી સફળ ફિલ્મ આપી છે.ચાર સપ્તાહ પહેલા સમગ્ર ગુજરાતમાં રજૂ થયેલ ગુજરાતી ફિલ્મ “સાજણ પ્રીતની જગમાં થાશે જીત ” એ અનેક ચાહકોના દિલ જીતી લીધા છે. કંડોલીયા ફિલ્મસે આ અગાઉ પણ આપેલ ફિલ્મ દર્શકોના દિલ જીતવામાં સફળ રહી હતી, આને આ ફિલ્મ એ તો લોકપ્રિયતા નો આંક વટાવવા માં રિલીઝ પહેલા જ અગાઉની તમામ ફિલ્મોનો રેકોર્ડ બ્રેક કર્યો છે. બિગ બજેટ , મલ્ટી સ્ટારર આ ફિલ્મ માં ડાયરા ના બે બેતાજ બાદશાહ જીગ્નેશ કવિરાજ અને રોહિત ઠાકોર પહેલીવાર રૂપેરી પડદે એક્સાથે દેખાશે. એટલુંજ નહિ પરંતુ બેસ્ટ હિરોઇન ના એવોર્ડ થી સન્માનિત થયેલી અભિનેત્રી પ્રિનલ ઓબેરોય નો અભિનય પણ લાજવાબ છે.સાથોસાથ અભિનેત્રી શ્રેયા દવે પણ અભિનય ના ઓજસ પાથર્યા છે.ફિલ્મમાં આખી વાર્તાની બાજી બગાડનારા બે વિલનો માં ફિરોઝ ઈરાની અને પ્રેમ કંડોલીયા કાંટે કી ટક્કર  છે. પ્રેમ કંડોલીયા પણ મૂળ ભાવનગર ના જ છે, તેમનો અભિનય જોતા લાગે છે કે વર્ષો બાદ ગુજરાતી ફિલ્મોને બીજો એવો સફળ વિલન મળ્યો છે.

Previous articleઠળિયા ગામેથી અજગર મળી આવ્યો
Next articleદ્વાદશ જ્યોર્તિલીંગ સમારોહ નિમિત્તે ભાવનગર જિલ્લામાં ફરશે રથયાત્રા