શું દબંગ-૩ માં પણ કરીના કપૂર આઈટમ નંબર સ્પેશિયલ ડાન્સ કરશે?

1066

સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ દબંગ-૨માં તેમના સ્પેશિયલ ડાન્સથી તમામને દીવાના બનાવનાર કરીના કપૂર ખાન ફિલ્મના આગામી એપિસોડમાં જોવા મળશે. ફિલ્મના બીજા ભાગમાં આવેલુ તેનું આઇટમ નંબર ’ફેવિકોલ સે, ખૂબ જ લોકપ્રિય રહ્યું હતુ. હવે સમાચાર છે કે નિર્માતાઓ કરિનાને પણ ફિલ્મના ત્રીજા ભાગમાં લાવવાની તૈયારી કરી રહ્યાં છે. આ ફિલ્મના દિગ્દર્શક ડાન્સ આઇકન પ્રભુદેવા કરશે.અહેવાલ છે કે રોહિત શેટ્ટી સાથે મુલાકાત કર્યા બાદ કરીના અરબાઝ ખાનને મળવા જૂહુ ગઇ હતી. અરબાઝ દબંગ સિરીઝના પ્રોડ્યુસર છે. ફિલ્મના પહેલા પાર્ટમાં મલાઇકા અરોડા, મન્ની બદનામ હુઇ આઇટમ નંબર કરતી નજર આવી હતી. આ બાદ બીજા ભાગમાં કરીનાએ આઇટમ નંબર કર્યુ. રિપોર્ટસ અનુસાર ત્રીજા ભાગમાં આઇટમ નંબર માટે કરિનાને સ્વિચ કરવાના મુડમાં નથી.ડેક્કન ક્રૉનિકલે લખ્યું હતું કે, એક અહેવાલમાં “અશ્વની માંજરેકર, સોનાક્ષી સિંહા અને સલમાન ખાન તો પહેલેથી જ કાસ્ટનો ભાગ છે અને અન્ય કલાકારોના રોલ અનુસાર ફિટ કરવામાં આવી રહ્યાં છે. ફિલ્મનું શૂટિંગ માર્ચમાં શરૂ કરશે અને સેટ્‌સને બનાવવાનું કામ શક્ય તેટલું જલદી પૂર્ણ થઈ જશે.

Previous articleઅભિનેત્રી મલાઇકા અરોરાની બેગની કિંમત સવા લાખ રૂપિયા..!!
Next article૧૩ કરોડના ફ્લેટ બાદ આલિયા ભટ્ટએ ખરીદી લક્ઝિરીયસ વેનિટી વેન