બજેટ સાંભળી વિપક્ષના હોશ ઉડી ગયાઃ મોદી

662

આજે સવારથી વડા પ્રધાન મોદી જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે. આ મુલાકાતમાં વડા પ્રધાન મોદીએ સવારે લેહ યૂનિવર્સિટીનું ખાતમુહૂર્ત કર્યું હતું ત્યારબાદ લેહ એરપોર્ટ સહિત અનેક યોજનાઓને ખુલ્લી મૂકી હતી. બપોરે જમ્મુમાં એક રેલીમાં રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા જણાવ્યું હતું, પરમદિવસે જ્યારે અમારા નાણા મંત્રી બજેટ સંભળાવી રહ્યાં હતા ત્યારે વિપક્ષનો ચહેરો ઉતરી ગયો હતો. તેમનો હોંશ ઉડી ગયો હતો. કેન્દ્ર સરકારે હમેશા કાશ્મીરી પંડિતોના અધિકારોનું સન્માન કર્યુ. તેમની પીડા દેશની જનતા ક્યારેય ભૂલી શકે તમે નથી. કાશ્મીરી પંડિતો સાથે અન્યાય કરનારને દેશની જનતા માફ નહી કરે.

વડા પ્રધાન કોંગ્રેસ પર કટાક્ષ કરતા જણાવ્યું હતું, કોંગ્રેસ ખેડૂતોના નામે હંમેશા દલાલોના ખિસ્સા ભરતી આવી છે. ખેડૂતોની દેવા માફીની તેમની પડી નથી. દેવા માફીના નામે કોંગ્રેસે દલાલોને જ સમૃદ્ધ કર્યા છે. કોંગ્રેસે વર્ષ ૨૦૦૮માં ચૂંટણી જીતવા માટે ખેડૂતોના કરજની માફીની જાહેરાત કરી હતી. એ વખતે દેશના ખેડૂતો માથે ૬ લાખ કરોડનું દેવું હતું, જ્યારે કોંગ્રેસે ફક્ત ૫૨ હજાર કરોડ રૂપિયાનું દેવું જ માફ કર્યુ હતું. ’એવો તે કયો પંજો હતો જે ખજાનો ખાલી કરી ગયો.  તેમના ચૂંટણી બલૂનની હવા નીકળી ગઈ છે.’

સેના અને બોર્ડર સિક્યોરિટીના મુદ્દે વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું, હું દરેક શીદ પરિવારોને વિશ્વાસ અપાવું છું કે દેશની આ સરકાર દરેક ડગલે તમારી સાથે ઊભી છે. સીમા પારના ગોળીબારનો સામનો કરી રહેલા પરિવારનો વિશ્વાસ અપાવું છું કે તમારી સુરક્ષા અમારી જવાબદારી છે. અમે બોર્ડેર પર ૧૪ હજાર બંકરો બાંધી રહ્યાં છીએ, જેથી આપ સૌ સુરક્ષિત રહી શકશો. વડાપ્રધાને કહ્યું કે પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશોમાં આપણા લાખો ભાઇ-બહેન રહે છે જેમની સાથે અત્યાચાર થઈ રહ્યો છે, તેથી અમે નાગરિકતા(સંશોધન) કાયદો લાવ્યા છીએ. જેના માધ્યમથી આ દેશ તેમની સાથે ઉભો રહેશે.

જમ્મુ કાશ્મીરના લોકોનો આભાર વ્યક્ત કરતા પીએમ મોદીએ વધારે જણાવ્યું હતું, “પાછલા દિવસોમાં જમ્મુ કાશ્મીરમાં પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ૭૦ ટકા મતદાન થયું હતું અને હિંસાનો એક પણ બનાવ બન્યો નહતો, જે અભૂતપૂર્વ છે.

Previous articleસાંસદ પ્રભાતસિંહનો બફાટ, ‘રેલ મંત્રીને પાટા પર સુઈ જવાની ધમકી આપી ત્યારે સ્ટોપેજ મળ્યો’
Next articleસિમાંચલ એક્સ. પાટા પરથી ઉતરી