સિમાંચલ એક્સ. પાટા પરથી ઉતરી

703

સીમાંચલ એક્સપ્રેસનાં ૯ ડબ્બા બિહારનાં વૈશાલી જિલ્લામાં પાટા પરથી ઉતરી ગયા હતા. આ ટ્રેન દિલ્હીથી આવી રહી હતી. રવિવારે સવારે ૩.૫૨ કલાકે સહદેઈ બુજુર્ગમાં સર્જાયેલી આ દુર્ઘટનામાં ૭ લોકોનાં મોત થયા હતા. પૂર્વ મધ્ય રેલવેનાં પ્રવક્તા રાજેશ કુમારે જણાવ્યું કે, જનરલનો એક કોચ, એસી ક્લાસનો એક મ્૩, જી૮, જી૯, જી૧૦, અને ચાર અન્ય કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. રેલવે કહ્યું કે, આ ટ્રેન દુર્ઘટનામાં સાત લોકોનાં મોત થયા હતા. આ ઉપરાંત ૨૪ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દુર્ઘટના આજે વહેલી સવારે લગભગ ૩.૫૮ વાગ્યે થઈ હતી.

બિહારના જોગબનીથી દિલ્હીના આનંદ વિહાર તરફ જતી જોગબની-આનંદ વિહાર ટર્મિનલ સીમાંચલ એક્સપ્રેસ બિહારના હાજીપુર નજીકના સહાદાઈ બુઝુર્ગમાં પાટા પરથી ખડી પડી હતી. ટ્રેન મેહનાર રોડ સ્ટેશનેથી પસાર થયા બાદ દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટના સ્થળે પાટા તૂટેલા હોવાનું માલૂમ પડ્યું હતું. ટ્રેનના  ત્રણ સ્લીપર કોચ – જી૮, જી૯, જી૧૦, એક જનરલ ડબ્બો અને એક છઝ્ર મ્૩ ડબ્બો પાટા પરથી ખડી પડ્યા હતા.

દુર્ઘટનાની જાણ થયા બાદ તરત જ ડોક્ટરોની એક ટૂકડી ત્યાં પહોંચી ગઈ હતી. બચાવ તથા રાહત કામગીરી હાથ ધરવા માટે એક અકસ્માત રાહત ટ્રેનને પણ ત્યાં મોકલવામાં આવી હતી.

રેલવે પ્રધાન પીયૂષ ગોયલે ખાતરી આપી છે કે દુર્ઘટના સ્થળે બચાવ અને રાહત કામગીરી પૂર જોશમાં ચાલુ છે. વડાપ્રધાન મોદીએ ટિ્‌વટ કરી દુઃ વ્યક્ત કર્યું હતું તો બીજી બાજુ બિહારનાં મુખ્ય પ્રધાન નીતિશ કુમારે દુર્ઘટના અંગે દુઃખ અને આઘાતની લાગણી વ્યક્ત કરી છે.

અગાઉ શુક્રવારે રાજસ્થાનના જયપુરમાં દયોદય એક્સપ્રેસના કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. દયોદય એક્સપ્રેસને તે સમયે અકસ્માત નડ્યો, જ્યારે ટ્રેન જબલપુરથી અજમેર જઇ રહી હતી. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હતા, જેમણે તાત્કાલિક મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મૃતકોના પરિવારને ૫-૫ લાખ આપવાનું એલાન

આ દુર્ઘટના પછી રેલવે મંત્રાલય ઘ્વારા દુર્ઘટનામાં મરનારના પરિવારને ૫-૫ લાખ રૂપિયા આપવાનું એલાન કર્યું છે. તેની સાથે આ દુર્ઘટનામાં જે લોકો ગંભીરે રૂપે ઘાયલ થયા છે તેમને ૧-૧ લાખ રૂપિયા આપવાનું પણ એલાન કરવામાં આવ્યું છે. જયારે મામૂલી રૂપે ઘાયલ થયેલા લોકોને ૫૦,૦૦૦ રૂપિયા આપવામાં આવશે. એટલું જ નહીં પરંતુ જે લોકો આ દુર્ઘટનામાં ઘાયલ થયા છે તેમના ઉપચારનો બધો જ ખર્ચો રેલવે ઉપાડશે.

Previous articleબજેટ સાંભળી વિપક્ષના હોશ ઉડી ગયાઃ મોદી
Next articleતા.૦૪-૦૨-ર૦૧૯ થી ૧૦-૦૨-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક  રાશી ભવિષ્ય