ઓસ્ટ્રે. સામેની વનડે સીરીઝમાં સીનિયર ખેલાડીઓને આરામ આપીશુંઃ શાસ્ત્રી

635

ન્યૂઝીલેન્ડને તેમના જ ધરતી પર કરારી હાર આપ્યા બાદ ભારતીય ટીમ હવે ઓસ્ટ્રેલિયા સામે ટકરાવવાની છે. પહેલા ઓસ્ટ્રેલિયા હવે ન્યૂઝીલેન્ડ બન્ને ટીમનોને તેમના જ ઘરે હરાવ્યા બાદ ભારતીય ટીમ મેનેજમેન્ટ કેટલાક ટોચના ખેલાડીઓને આરામ આપી શકે છે.

આઇસીસી વર્લ્ડકપ ૨૦૧૯ને હવે ચાર મહિના બાકી છે, ત્યારે દરેક ટીમોની નજર ભારતીય ટીમને વર્લ્ડકપમાં કઇ રીતે રોકી શકાય તેના પર છે. ટીમ મેનેજમેન્ટ રૉટેટ એન્ડ રેસ્ટ પોલીસી અંતર્ગત કેટલાક ખેલાડીઓને આરામ આપી શકે છે.

ટીમ ઇન્ડિયાના કૉચ રવિ શાસ્ત્રીએ ઇશારો કરતાં કહ્યું કે, અમે વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને કેટલાક સીનિયર અને મહત્વના ખેલાડીઓને ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝમાં આરામ આપી શકીએ છીએ.

રૉટેટ એન્ડ રેસ્ટ પૉલીસી અંતર્ગત હવે આગામી સીરીઝમાં રોહિત શર્મા, શિખર ધવન અને મોહમ્મદ શમીને આરામ મળી શકે છે. જ્યારે બુમરાહની વાપસી અને ભુવનેશ્વરન પર પણ વિચાર ચાલી રહ્યો છે. હાલમાં વિરાટ કોહલી આરામ પર છે.

Previous articleએક સમય હતો જ્યારે હું દરરોજ શૂટિંગ પર રહેતી હતી : જુહી ચાવલા
Next articleઇજાગ્રસ્ત ગપ્ટિલની જગ્યાએ ટીમમાં જેમ્સ નીશામને સ્થાન મળી શકે