વલ્લભીપુરની ગંભીરસિંહ હાઈ. પાછળનું મેદાન સુવિધાયુક્ત બનાવવા માંગણી

667

વલ્લભીપુર ખાતે આવેલ ગંભીરસિંહજી હાઈસ્કુલ પાછળ સરકારનું મોટુ રમત-ગમતનું મેદાન આવેલ જે હાલ બિસ્માર હાલત થવા પામેલ હોય જ્યાં મોટાભાગના ખુણાઓના ભાગમાં બાવળીયા ઉગી જવા પામ્યા હોય અને આ મેદાનમાં નાના-નાના ખાડાઓ જોવા મળતા હોય જ્યારે હાલ વલ્લભીપુર શહેર ખાતે પોલીસ કોન્સ્ટેબલ, આર્મી, ફોરેસ્ટ વગેરે સરકારી ભરતી માટે શહેરના યુવાનો-યુવતીઓ અંદાજીત ૧૪૦ થી ૧પ૦ જેટલા શારીરિક કસોટી માટેની તૈયારી કરી રહ્યા હોય જે હાલ આ મેદાન સુવિધાયુક્ત ન હોવાના કારણે હાઈવે રોડ ઉપર ભરતીઓ માટે તૈયારી કરી રહ્યાં હોય જે આ શહેરના યુવાનોને પોતાના શહેર ખાતે ખૂબ મોટુ મેદાન હોવા છતા ઉપયોગ કરી શક્તા નથી.

આ મેદાન હાલ સરકાર હસ્તક આવતું હોય તેવું સુત્રો પાસેથી જાણવા મળેલ છે ત્યારે આ મેદાન જેના હસ્તક આવતું હોય અને હાલ વહિવટ કરતા જવાબદાર તંત્ર દ્વારા સત્વરે ગંભીરસિંહજી હાઈસ્કુલના પાછળ આવેલ મેદાન યોગ્ય સુવિધાયુક્ત કરી તેવી લોકમાંગ ઉઠવા પામેલ છે તેમજ આ રમતગમતનું મેદાન સુવિધાયુક્ત કરવામાં આવે અને યુવાનોને જરૂરીયાત મુજબ સુવિધા ઉપલબ્ધ થવા પામે તો વલ્લભીપુર શહેરનો અસંખ્ય યુવાનો-યુવતીઓનો સ્પોર્ટસ (રમત-ગમત) ક્ષેત્રે તથા ભરતી પ્રક્રિયામાં પણ વિકાસ થવા પામે તેમ પણ યુવાનોનો ઉત્સાહ જોઈ દર્શાઈ રહ્યું છે.

Previous articleગારિયાધાર શહેરમાં મસીના ઉપદ્રવથી નગરજનો ત્રસ્ત
Next articleકાળીયાબીડના યુવાનના હત્યારાઓને ઝડપી લેવાની વલ્લભીપુરમાં થયેલી માંગ