આલીયા ભટ્ટની હમસકલે ઈન્સ્ટાગ્રામ પર મચાવી ધુમ

784

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટની હમશક્લે ચર્ચા જગાડી છે. તે માત્ર આલિયા જેવી દેખાતી જ નથી, પરંતુ આલિયાની એક્ટિંગ પણ કરે છે. તેનો એક વીડિયો સામે આવ્યો છે, જે જોઇને તમને પણ વિશ્વાસ નહીં થાય.આલિયાની જુડવા બહેન જેવી દેખાતી આ યુવતીનું નામ સનાયા છે. સનાયાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે આલિયાની આગામી ફિલ્મ ’ગલી બોય’નો એક ડાયલોગ બોલતી જોવા મળે છે. આ ડાયલોગ ’મેરે બોયફ્રેન્ડ કે સાથ ગુલુ ગુલુ કરેગી તો ધોપ દુંગીના ઉસકો’ છે.

પહેલી નજરમાં તમે ઓળખી જ નહીં શકો કે આ આલિયા છે કે નહીં. જોકે, હાલ આલિયા ભટ્ટ તેની આગામી ફિલ્મ ’ગલી બોય’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મ ૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ રીલિઝ થશે. આ ફિલ્મ દ્વારા ટીવી અભિનેત્રી પૂજા ગૌડ પણ ફિલ્મી કરિયરની શરૂઆત કરશે.

Previous articleએવલીન શર્માની ગ્લોબલ સફળતા સ્ટોરી
Next articleવિદર્ભને પ્રથમ ઈનિંગમાં મળી ૫ રનની લીડ, સૌરાષ્ટ્ર ૩૦૭ રનમાં ઓલઆઉટ