પોલીસ કમિશનરને CBI સામે હાજર થવા સુપ્રિમનો આદેશ

997

પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારને સુપ્રીમ કોર્ટમાંથી તગડો ઝાટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે શારદા ચિટફંડ કૌભાંડમાં પૂછપરચ્છ માટે કોલકત્તા પોલીસ કમિશનર રાજીવ કુમારને સીબીઆઈ સામે રજૂ થવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સાથો સાથે ચોખ્ખું કહી દીધું કે હાલ ધરપકડ નહીં થાય. આપને જણાવી દઇએ કે બંગાળના સીએમ મમતા સીબીઆઈની વિરૂદ્ધ ત્રણ દિવસથી ધરણા પર બેઠા છે. સુપ્રીમ કોર્ટના આ આદેશથી તેમને ઝાટકો લાગ્યો છે. કોર્ટે સાથો સાથ રાજ્યના મુખ્ય સચિવ, ડીજીપી, અને કોલકત્તા પોલીસ કમિશનરને માનહાનિની અરજી પર નોટિસ મોકલી છે. કેસની આગળની સુનવણી ૨૦મી ફેબ્રુઆરીના રોજ થશે.

ચર્ચા દરમ્યાન સીબીઆઈની તરફથી હાજર થયેલા અટૉર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું કે એસઆઇટી એ પુરાવાની સાથે છેડછાડ કરી અને કેસની યોગ્ય તપાસ કરી જ નહીં. તેમણે કહ્યું કે બંગાળમાં સંવૈધાનિક સંસ્થાઓ ચરમરાઇ છે. વેણુગોપાલે કહ્યું કે એસઆઇટી ડેટા અને લેપટોપને સુરક્ષિત રાખ્યા નથી. એસઆઇટી એ સીબીઆઈને ખોટા કોલ્સ ડેટા આપ્યા હતા. બંગાળ સરકારની તરફથી હાજર વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી એ કહ્યું કે સીબીઆઈ કોલકત્તા પોલીસ કમિશનરને પરેશાન કરવા માંગે છે. તેમણે કહ્યું કે સીબીઆઈ ઓફિસરોને પરેશાન કરી રહી છે. તેના પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ એ કહ્યું કે રાજીવ કુમારને પૂછપરચ્છમાં શું મુશ્કેલી છે? ચીફ જસ્ટિસે કહ્યું કે આખરે કમિશનર સીબીઆઈની સામે રજૂ કેમ થઇ રહ્યા નથી? ચીફ જસ્ટિસે પૂછયું કે પશ્ચિમ બંગાળ સરકારને અમારા તપાસના આદેશથી તેમને કેવા પ્રકારની મુશ્કેલી છે. ચીફ જસ્ટિસના નેતૃત્વવાળી બેન્ચે કહ્યું કે કોલકત્તા પોલીસ કમિશનરને તપાસમાં સામેલ થવાના આદેશ આપવામાં મુશ્કેલી નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેઓ મુખ્ય સચિવ, ડીજીપી અને રાજીવ કુમારની વિરૂદ્ધ માનહાનિની નોટિસ આપશે.

બંગાળ સરકાર તરફથી હાજર રહેલા વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં કહ્યું હતું કે, સીબીઆઈ રાજીવ કુમારની ધરપકડ કરવા માંગે છે. આ દલિલ પર મુખ્ય ન્યાયાધીસ રંજન ગોગોઈએ કહ્યું હતું કે – સમસ્યા એ છે કે તમે લોકો અનેક વસ્તુઓ વિચારી લો છો.

Previous articleમમતા બેનરજીના ધરણાનો આંદોલનનો મોડીસાંજે અંત
Next article‘અંગૂરી ભાભી’ શિલ્પા શિંદે મુંબઈમાં કોંગ્રેસમાં જોડાઈ