‘અંગૂરી ભાભી’ શિલ્પા શિંદે મુંબઈમાં કોંગ્રેસમાં જોડાઈ

718

જાણીતી ટીવી સિરિયલ અભિનેત્રી શિલ્પા શિંદેએ રાજકારણમાં ઝંપલાવ્યું છે અને તે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગઈ છે. ‘ભાભીજી ઘર પે હૈં’ હિન્દી ટીવી સિરિયલમાં ‘અંગૂરી ભાભી’નું પાત્ર ભજવનાર શિલ્પા શિંદેએ આજે અહીં મુંબઈ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંજય નિરુપમ અને કોંગ્રેસના સ્થાનિક નેતા ચરણસિંહ સપ્રાની હાજરીમાં કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો. શિલ્પાએ ‘બિગ બોસ ૧૧’ રિયાલિટી ટીવી શોમાં પણ ભાગ લીધો હતો અને એમાં વિજેતા પણ બની હતી. શિલ્પાએ સ્ડેન્ડ-અપ કોમેડિયન સુનીલ ગ્રોવરની ક્રિકેટ-બેઝ્‌ડ વેબ સીરિઝ ‘જિઓ ધન ધના ધન’માં પણ અભિનય કર્યો હતો. એમાં તેણે સુનીલની પત્ની ગૂગલી દેવીનો રોલ કર્યો હતો. ૧૯૭૭ની ૨૮ ઓગસ્ટે મહારાષ્ટ્રીયન મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલી શિલ્પાનાં પિતા ડો. સત્યદેવ શિંદે મુંબઈ હાઈકોર્ટનાં જજ હતા. જ્યારે માતા ગીતા શિંદે ગૃહિણી છે. શિલ્પાને બે મોટી બહેન અને એક નાનો ભાઈ પણ છે. હજી ગયા જ અઠવાડિયે બોલીવૂડની અભિનેત્રી ઈશા કોપ્પીકર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ હતી. એને ભાજપની મહિલા ટ્રાન્સપોર્ટ પાંખની પ્રમુખ બનાવવામાં આવી છે.

Previous articleપોલીસ કમિશનરને CBI સામે હાજર થવા સુપ્રિમનો આદેશ
Next articleકસ્ટમ ઈન્સ. જયદેવ ચારણના કર્વાટરમાં દારૂ આવ્યો કંયાથી : પોલીસ તપાસ કરશે ?