પ્રથમ ટ્‌વેન્ટીમાં ભારત પર ન્યુઝીલેન્ડની ૮૦ રને જીત

613

વેલિંગ્ટન ખાતે આજે રમાયેલી પ્રથમ ટ્‌વેન્ટી મેચમાં યજમાન ન્યુઝીલેન્ડે ભારતને ૮૦ રને કારમી હાર આપીને શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી હતી. ટેસ્ટ અને વનડે શ્રેણી ગુમાવી દીધા બાદ ન્યુઝીલેન્ડે આજે ટ્‌વેન્ટી ક્રિકેટમાં જોરદાર શરૂઆત કરી હતી અને પ્રથમ મેચમાં જ જંગી જુમલો ખડક્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે નિર્ધારિત ૨૦ ઓવરમાં છ વિકેટે ૨૧૯ રન ખડક્યા હતા જેમાં શેફર્ટે ૪૩ બોલમાં ઝંઝાવતી ૮૪ રન બનાવ્યા હતા જેમાં સાત ચોગ્ગા અને છ છગ્ગાનો સમાવેશ થાય છે. ટોપ ઓર્ડરના બેટ્‌સેમેનોએ જોરદાર બેટિંગ કરી હતી. જ્યારે જીતવા માટેના ૨૨૦ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમ માત્ર ૧૩૯ રન કરીને કંગાળ રીતે આજે  હારી ગઈ હતી. ભારત તરફથી ધોનીએ સૌથી વધુ ૩૯ રન કર્યા હતા જ્યારે ધવને ૨૯ રન કર્યા હતા. અન્ય ટોપ ઓર્ડરના બેટ્‌સમેનો નિષ્ફળ રહ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી સાઉથીએ ત્રણ અને ફર્ગુસન, સેન્ટનરે બે-બે વિકેટ ઝડપી હતી. તે પહેલા પાંચમી અને અંતિમ વનડે મેચમાં ભારતે ન્યુઝીલેન્ડ ઉપર સરળ જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે ૪૯.૫ ઓવરમાં ૨૫૨ રન કર્યા હતા જેના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ ૨૫૩ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ૪૪.૧ ઓવરમાં ૨૧૭ રન કરીને આઉટ થઇ ગઇ હતી આ મેચની સાથે જ ભારતે પાંચ મેચોની શ્રેણી ૪-૧થી જીતી લીધી હતી. મેન ઓફ દ મેચ તરીકે રાયડુની પસંદગી કરવામાં આવી હતી જ્યારે મેન ઓફ દ સિરિઝ તરીકે સામીની પસંદગી કરાઈ હતી. અગાઉ હેમિલ્ટન ખાતે રમાયેલી  ચોથી વનડે મેચમાં ન્યુઝીલેન્ડે ભારત પર આઠ વિકેટે જીત મેળવી હતી. તે પહેલા માઉન્ટ મોનગાનુઈમાં રમાયેલી ત્રીજી મેચમાં ભારતીય ટીમે જોરદાર દેખાવ કર્યો હતો. યજમાન ટીમ ૪૯ ઓવરમાં ૨૪૩ રન કરીને ઓલઆઉટ થઇ ગઈ હતી. ત્યારબાદ રોહિત શર્માના ૬૨ અને વિરાટ કોહલીના ૬૦ રનની મદદથી ભારતે ૪૩ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને જીતવા માટેના જરૂરી રન ૨૪૫ રન કરીને મેચ જીતી લીધી હતી. આની સાથે જ ભારતે ન્યુઝીલેન્ડમાં ૧૦ વર્ષના લાંબાગાળા બાદ દ્વિપક્ષીય શ્રેણી પોતાના નામ ઉપર કરી હતી. આ પહેલા વર્ષ ૨૦૦૯માં પોતાના નામ ઉપર શ્રેણી કરી હતી. ભારતીય ટીમે હાલમાં જ ઓસ્ટ્રેલિયામાં પણ વનડ શ્રેણી જીતી હતી.૭૦ વર્ષના ગાળા બાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી પણ જીતવામાં સફળ રહી હતી. વિદેશી મેદાન ઉપર ભારતીય ટીમે સતત બીજી વનડે શ્રેણી જીતી છે. યજમાન ન્યૂઝીલેન્ડની ટીમે હાલમાં જ શ્રીલંકાની સામે ૩-૦થી જોરદાર જીત મેળવી હતી.

Previous articleભારત, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વિશ્વકપ જીતવાના દાવેદાર : શેન વોર્ન
Next articleવેલિંગનટ ટી૨૦માં ભારતીય મહિલા ટીમનો ૨૩ રને પરાજય