૨૦૧૯થી સામાન્ય વર્ગના ગરીબોને ૧૦ ટકા અનામતનો લાભ મળશે : રપ ટકા બેઠક વધશે

590

દેશભરની એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, ફાર્મસી અને આર્કિટેક્ચર કોલેજોમાં ૨૦૧૯થી સામાન્ય વર્ગના ગરીબોને ૧૦ ટકા અનામતનો લાભ મળશે.

અખિલ ભારતીય ટેક્નિકલ શિક્ષા પરિષદ (એઆઈસીટીઈ) ની એક્ઝિક્યુટિવ કાઉન્સિલે મંગળવારે સામાન્ય વર્ગના ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ માટે ૧૦ ટકા આપવાના નિયમને મંજૂરી આપી દીધી છે. આ સાથે ૨૫ ટકા સીટ વધારવાનો પણ આદેશ આપી દીધો છે.

એઆઈસીટીઈ એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે, એઆઈસીટીઈ માન્ય પ્રાપ્ત તમામ સરકારી કે સરકારી સહાયતાથી ચાલતી સંસ્થામાં ૨૦૧૯થી સામાન્ય વર્ગના ગરીબ પરિવારના વિદ્યાર્થીને એડમિશનમાં ૧૦ ટકા અનામત આપવામાં આવશે.

સરકારી કે સરકારી સહાયતા પ્રાપ્ત સંસ્થાઓને ટુંક સમયમાં બેઠકમાં વધારો કરવા માટે આર્થિક નાણાકીય સહાયતા બેજટ મોકલવાનું પણ કહેવામાં આવ્યું છે.

Previous articleસિક્સલેન રોડની યોજનામાં કપાતા વૃક્ષોને બચાવવા આંદોલન છેડાશે
Next articleદિલ્હીની જેમ અમદાવાદમાં પણ પ્રદુષણનું સ્તર ભયજનક